વડાપ્રધાન મોદી બોપલ નજીકના મુમતપુરા બ્રિજનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોપલ નજીક આવેલા મુમતપુરા બ્રિજનું વર્ચ્યુઅલ લોકાર્પણ આજે બાર કલાકે કરશે. બોપલ નજીક આવેલા વિવાદાસ્પદ મુમતપુરા બ્રિજ આખરે સાડા પાંચ વર્ષે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ગઈકાલે એટલે કે, ગુરુવારે આ બ્રિજના લોડ ટેસ્ટ અને ક્રોંક્રિટના ટેસ્ટના પરિણામ યોગ્ય આવ્યા હતા. એસપી રીંગ રોડ પરનો આ મુમતપુરા બ્રિજ બોપલ, ઘુમા, શેલા સહિતના આસપાસ વિસ્તારોમાં રહેતા લોકો માટે આર્શિવાદરુપ સાબિત થશે. અંદાજે 60 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ પરથી અંદાજિત 40 હજાર જેટલા વાહનોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધયમથી ગુજરાતમાં 1545 કરોડ કરતાં વધારે કિંમતના વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં 78.88 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત થશે. જે કામોનું લોકાર્પણ થવાનું છે, તે કામ ટ્રેનેજના છે. બાપુનગરમાં વોર્ડમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 એમએલડીનો નવો એસટીપી પ્લાન્ટ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. ગોતામાં 28.63 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન 27.17 કરોડના ખર્ચે ઓડ કમોડ સુધી પાઈપલાઈન નાંખવામાં આવી છે.
આ ઉપરાંત, 63.58 કરોડના ખર્ચે મહેનતપુરાના છાપરાના રિડેવલપમેન્ટની કામગીરી 267.67 કરોડના ખર્ચે નરોડા પાટિયાથી ગેલેક્સી સુધી ઓવર બ્રિજ, 127.67 કરોડના ખર્ચે વાડજ ખાતે ઓવર બ્રિજ, 103.63 કરોડના ખર્ચે સત્તાધાર જંક્શન પર ઓવર બ્રિજ, 641.02. કરોડના ખર્ચે શહેરના રોડ બનાવવાની કામગીરી મળી કુલ રુ.1466.59 કરોડના કામોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.