ગણેશ હાઉસિંગના એમડી શેખર પટેલ, ક્રેડાઈ નેશનલમાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ તરીકે બીન હરીફ ચૂંટાયા.
ગુજરાતના જાણીતા ગણેશ હાઉસિંગ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર શેખર પટેલ ક્રેડાઈ નેશનલમાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે. ક્રેડાઈ ગાહેડ અમદાવાદ ફાઉન્ડર મેમ્બર અને અમદાવાદ સહિત ગુજરાતના ડેવલપર્સની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે હંમેશા અગ્રેસર રહેનાર શેખર પટેલને વર્ષ-2023-25 માટે ક્રેડાઈ નેશનલમાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ તરીકે સર્વાનુમતે અને બીન હરીફ ચૂંટાઈ આવ્યા છે.
આજે મુંબઈ ખાતે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવેલું જેમાં હોદ્દેદારશ્રીઓની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું. એક્સ્ટ્રા ઓર્ડિનરી મીટિંગમાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ, ઝોન વાઈઝ 6 વાઈસ પ્રેસિડેન્ટ તથા અન્ય હોદ્દેદાર માટેની ચૂંટણીમાં સંસ્થાના ફાઉન્ડર અને અમદાવાદના અગ્રણીય બાંધકામ વ્યવસાયકાર ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના સીએમડી શેખરભાઈ પટેલ વર્ષ 2023-25 સુધી ક્રેડાઈ નેશનલમાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ તરીકે સુર્વાનુમતે અને બીન હરીફ ચૂંટાઈ આવ્યા છે.
નોંધનીય છે કે, બાંધકામ વ્યવસાયના હેતુઓ માટે રચાયેલા કોન્ફીડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(ક્રેડાઈ) રાષ્ટ્રીય સ્તરે રિયલ એસ્ટેટ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતું એક સ્વાયત્ત સંગઠન છે જે ભારતભરના તમામ રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે કામ કરે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.