GovernmentHousingNEWSPROJECTS

15 એપ્રિલથી નવી જંત્રીનો અમલ,15 એપ્રિલ પહેલાં દસ્તાવેજ પર સહીઓ થઈ હશે તો જૂની જંત્રી.

New rates of Jantri will be effective from 15th April-2023, Juni Jantri will implement, if the document signed before 15th April.

ગુજરાતમાં 15 એપ્રિલ-2023ના રોજથી જંત્રીના નવા દરો અમલ થવા જઈ રહ્યા છે. તે પહેલાં રાજ્ય સરકારે ડેવલપર્સને કેટલીક રાહતો આપી છે. એટલે કે, 15 એપ્રિલ કે પે પછી નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં જો 15 એપ્રિલ પહેલાં એટલે કે, 14 એપ્રિલ સુધીમાં પક્ષકારોની સહીઓ થઈ હશે તેવા તમામ દસ્તાવેજ પર જૂની જંત્રીના દરો લાગુ પડશે.

ગુજરાતમાં 15 એપ્રિલ-2023ના રોજ જંત્રીના દરમાં થયેલો બે ગણો વધારો અમલ થશે. જેથી, 15 એપ્રિલ-2023 અને તે પછી નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજો માટે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે. નોંધનીય છેકે, આ અંગે રાજ્ય સરકારને ગાહેડ-ક્રેડાઈ અમદાવાદે પહેલાંથી રજૂઆત પણ કરી હતી.

  1. 15 એપ્રિલ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ, 15 એપ્રિલ પહેલાં કરી આપેલ હશે એટલે કે, દસ્તાવેજમાં 15 એપ્રિલ પહેલાં(14 એપ્રિલ સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરુરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો, આવા દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે. તો આવા દસ્તાવેજમાં 15 એપ્રિલથી વધારેલ જંત્રીનો દર લાગુ પડશે નહીં. પરંતુ, તે પહેલાંના ભાવવધારાના સિવાયના અમલી જંત્રી ભાવ(જૂની જંત્રી)નો ભાવ મુજબ જ દસ્તાવેજમાં મિલકતની બજારકિંમત તથા સ્ટેમ્પ ડ્યૂટી ગણવામાં આવશે.
  • 15 એપ્રિલ પહેલાં પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામાં આવેલો હશે અને 15 એપ્રિલ પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલી મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે. તો તેવા કિસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના(એટલે કે, વધારેલ)ભાવ મુજબ થતી મિલકતની બજારકિંમત મુજબની સ્ટેમ્પ ડ્યૂટી રકમમાંથી બાનાખત ઉપર રુ. 300 થી વધુ રકમની વાપરેલ સ્ટેમ્પ ડ્યૂટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં મજરે ગણવામાં આવશે.
  • રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણી કામગીરીના પ્રમાણ તથા જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને, 4 એપ્રિલ, 7 એપ્રિલ અને 8 એપ્રિલ આ ત્રણેય દિવસો જાહેર રજાના દિવસોએ પણ રાજ્યની તમામ 287 સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે નોંધણીની કામગિરી ચાલુ રાખવામાં આવેલ છે. જેથી, 4 એપ્રિલ, 7 એપ્રિલ અને 8 એપ્રિલ-2023ના રોજ રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઈમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close