ઔડા જમીન અને બાંધકામ પર 20 ગણો ડેવલપમેન્ટ ચાર્જ વધારશે, રાજ્ય સરકારને મોકલશે દરખાસ્ત
Ahmedabad Urban Development Authority to hike development fee by 20 times.
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી(ઔડા)એ, વર્તમાન કરતાં 20 ગણો ડેવલપમેન્ટ ચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. જમીન અને બાંધકામ માટે ડેવલપમેન્ટ ચાર્જ વધારવા માટે ઔડાની દરખાસ્ત ટૂંક સમયમાં રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
રિયલ એસ્ટેટના જાણકારોના જણાવ્યાનુસાર, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેવલપમેન્ટ ચાર્જ જ્યારે બાંધકામ યોજના મંજૂર કરવામાં આવશે ત્યારે જમીનના વિસ્તાર અને બાંધકામના કદના આધારે વસૂલવામાં આવશે. આ સાથે જંત્રીના દરમાં પણ વધારો થવાને અમદાવાદમાં મિલકતની કિંમતમાં વધારો થશે તેવું રિયલ એસ્ટેટના નિષ્ણાતો માની રહ્યા છે.
જો ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો થશે તો તેની અસર બિલ્ડર્સના પ્રોજેક્ટ મોંઘા બનશે પરિણામે, પ્રોપર્ટીની કિંમતમાં વધારો થશે. ઔડાના સૂત્રોના જણાવ્યાનુસાર, ઔડાએ પાંચ વર્ષ પહેલાં રાજ્ય સરકારને ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો કરવાનું સૂચન કર્યું હતું. જો કે, રાજ્ય સરકારે આ દરખાસ્ત પર કોઈ નિર્ણય લીધો ન હતો.
ગત શુક્રવારે ઔડાના બોર્ડની બેઠકમાં ઔડાએ જૂના પ્રસ્તાવને રદ્દ કરીને સરકારને મોકલવા માટે નવો પ્રસ્તાવ તૈયાર કરવાની મંજૂરી આપી હતી. ડેવલપમેન્ટના નવા ચાર્જના દર પ્રતિ ચોરસ મીટરે રુપિયા 100 કરતાં ઓછા હશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઉન પ્લાનિંગ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 ની કલમ 99 મુજબ, સ્થાનિક સત્તાવાળાઓને તેમના અધિકારક્ષેત્રમાં આવતી જમીન અને બાંધકામ વિસ્તારો પર ડેવલપમેન્ટ ચાર્જ વસૂલવાની સત્તા આપે છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ અર્બન ડેવલપમેન્ટ એક્ટની કલમ 100 મુજબ મહત્તમ ડેવલપમેન્ટ ચાર્જ નક્કી કરવાની જોગવાઈ છે.
કાયદાની જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર હેક્ટર દીઠ રુ. 50,000 અથવા પ્રતિ ચોરસ મીટર જમીનના રુ. 5 અને બાંધકામ માટે રુ. 15 પ્રતિ ચોરસ મીટરના વસૂલતી હતી. ઔડા હાલમાં જમીન પર 2 થી 5 રુપિયા અને બાંધકામ પર 5 થી 15 રુપિયા ડેવલપમેન્ટ ચાર્જ વસૂલે છે.જેમાં ડેવલપમેન્ટ મુજબ બદલાય છે.
ઔડાના સીઈઓ ડીપી દેસાઈએ જણાવ્યું છે કે, નવા ડેવલપમેન્ટ ચાર્જ અંગે નિર્ણય લેતાં પહેલાં અમારી જૂની દરખાસ્ત પાછી ખેંચવા માટે સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે. આગામી બોર્ડ મિટીંગમાં નવા ડેવલપમેન્ટ ચાર્જની દરખાસ્ત મૂકવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments