ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યમાં 34 વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવા માટે તત્પર

ઉત્તર પ્રદેશ સરકાર આગામી સમયમાં રાજ્યમાં 57,800 કરોડના કુલ 76 ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નિર્માંણનો શુભારંભ કરવાની તૈયારીઓ કરી રહી છે. જેમાં 34 પ્રોજેક્ટની કિંમત અંદાજી 9671 કરોડ રુપિયા થાય છે. આ 34 પ્રોજેક્ટનું લોકાપર્ણ આગામી 100 દિવસમાં યોગી સરકાર કરવા માટે તત્પર છે.

34 પ્રોજેક્ટના લોકાપર્ણની શરુઆત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના હદય સમા અને મહત્વના પ્રોજેક્ટ લખનઉ ફોરેન્સિક ઈન્સ્ટિટ્યૂટ અને મા વિન્દાવાસીની દેવી કોરીડોરથી થશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, અન્ય પ્રોજેક્ટનું લોકાર્પણ થશે જેમાં જેવાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ, નવ મેડીકલ કોલેજનો સમાવેશ થાય છે.
નોંધનીય છેકે, પ્રવાસન મંત્રાલયે 364.41 કરોડના કુલ છ પ્રોજેક્ટ માટેનું મંજૂરી આપી દીધી છે. તે તમામ પ્રોજેક્ટ કેટલાક દિવસોમાં લોકાર્પણ થશે. આ ઉપરાંત સરકારે 12 હજાર કરોડના કુલ 24 પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે. આવાસ અને શહેરી વિકાસ બાબતોના મંત્રાલયે વિવિધ જિલ્લાઓમાં પોષણક્ષમ આવાસ પ્રોજેક્ટ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના પ્રોજેક્ટ જેવી પરિયોજનાઓને વિકસાવવા માટે તૈયારી હાથ ધરી દીધી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- કંસ્ટ્રક્શન વર્લ્ડ
13 Comments