શહેરોમાં કાર પાર્કિંગ અંગે પોતાની માનસિકતા સુધારો, તો પણ ટ્રાફિક સુચારુ બનશે !
Improve your mentality about car parking in cities, even then the traffic will be smooth !
અમદાવાદ સહિત અનેક મોટાં શહેરોમાં લોકો કાર કે ટુ-વ્હીલરનું પાર્કિંગ ગમે તેમ કરતા જોવા મળે છે. પરિણામે ટ્રાફિક જામ થાય છે, જેથી સૌએ એક સારા નાગરિક તરીકે અન્ય વાહનચાલકો કે ટ્રાફિક ના થાય તેવી રીતે વાહન પાર્ક કરવું જરુરી છે. હાલ અમદાવાદમાં ઘણી જગ્યા પર પે પાર્કિંગ આપ્યા છે, છતાં પણ લોકો સામાન્ય રુપિયા માટે વાહનોને રોડની બંને સાઈડો પર પાર્ક કરે છે અને ટ્રાફિક જામ માટે જવાબદાર બને છે.
નોંધનીય છે કે, દેશમાં ફોર વ્હીલરની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને હવે તો, દરેક પરિવાર પાસે એક કાર તો હોય જ છે, તો વળી શ્રીમંતોના ઘરે તો, પાંચથી પણ વધારે કાર હોય છે.
હવે તમે કાર લઈને સિટીમાં જશો તો પહેલાં તો, તમને ટેન્શન થાય છે કે, કાર ક્યાં પાર્ક કરુ. બસ, આ સવાલ જ આપણે જાતે જ ઉકેલી શકીએ તેમ છીએ. આપણે સૌએ નક્કી કરવાનું કે, જ્યાં પાર્કિંગ વ્યવસ્થા આપવામાં આવી હોય ત્યાં વાહન પાર્ક કરવું, જો શક્ય હોય તો જાહેર ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો અને બીજા વાહનચાલકનું હિત જળવાય તેવી રીતે વાહન પાર્ક કરવું આવા ઉમદા વિચારોને, જો આપણે અનુસરીએ તો ચોક્કસપણે પાર્કિંગના ઈસ્યૂને મહઅંશે ઉકેલ લાવી શકાય.
હાલ ગિફ્ટ સિટીમાં રોડની બંને બાજુ પર તમામ વાહનચાલકો કાર પાર્ક કરે છે. જોકે, ગિફ્ટ સિટીમાં સારુમાં સારુ મલ્ટી લેવલ પાર્કિંગ આપવામાં આવ્યું છે. છતાં વાહનચાલકો રોડ પર વાહનો પાર્ક કરે છે, જેથી કાર પાર્કિંગને લઈને આપણી માનસિકતા સુધારવી ખૂબ જ જરુરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments