ટ્રાઈ સિટી પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકસિત ભારત બનાવવા, ગુજરાતને કરીએ વિકસિત
to-make-india-developed,-gujarat-should-be-developed--says-cm-bhupendra-patel-at-tri-city-property-show-in-gift-city.
ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે યોજાયેલા ત્રિદિવસીય ટ્રાઈ પ્રોપર્ટી શોને આજે બીજો દિવસ છે, આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રોપર્ટી શોમાં હાજરી આપીને, આયોજકો અને પાર્ટીશિપર્ટને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે સૌનો સાથ સૌનો વિકાસના નારા સાથે ભારતને વિકસિત બનાવવા માટે રીયલ એસ્ટેટ ડેવલપર્સને અપીલ કરી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટનું કામ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ અમૃતકાળમાં વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવા માટે ગુજરાત સરકારે સારુ બજેટ રજૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલથી એટલે કે, 24 ફેબ્રુઆરથી ગિફ્ટ સિટી ખાતે ક્રેડાઈ ગાંધીનગરનો ટ્રાઈ પ્રોપર્ટી શોનું પ્રારંભ થયો છે. અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના હસ્તે પ્રોપર્ટી શોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ક્રેડાઈ ગાંધીનગર દ્વારા આયોજિત પ્રોપર્ટી શો 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. તો, જરુરથી આજે જ મુલાકાત કરો અને તમે તમારા સ્વપ્નનું ઘર કે ઓફિસ ખરીદો. આ પ્રોપર્ટી શોમાં ત્રણ શહેર અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટીમાં નિર્માણ કરવામાં આવેલી પ્રોપર્ટીને દર્શાવવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
5 Comments