મહેસાણામાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો“સત્યમેવ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક,”પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે ઉદ્દઘાટન
North Gujarat's largest "Satyamev Industrial Park" in Mehsana inaugurated by former Deputy Chief Minister Nitin Patel.
અમદાવાદના સત્યમેવ ગ્રુપ, મહેસાણાના નંદાસણ હાઈવેને અડીને ઉત્તર ગુજરાતનો સૌથી મોટો સત્યમેવ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. આજે તેનું ઉદ્દઘાટન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને ગુજરાત ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર કાકાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેસાણા અને અમદાવાદ સહિત આસપાસના વિસ્તારના બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓ સહિત અનેક રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
15 લાખ સ્કેવર મીટરના વિસ્તારમાં પથરાયેલા વિશાળ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ગતિ આપશે અને ગુજરાતના સ્લોમ સ્કીલ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નાના-મધ્યમ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને ફેક્ટરીઓને પોતાના યુનિટ સ્થાપના માટે ઉત્તમ તક મળશે. સત્યમેવ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં 4700 થી 5000 સ્કેવર મીટરની સાઈઝ ધરાવતા પ્લોટ ઉપલબ્ધ છે.
નોંધનીય છે કે, ગુજરાતના ઔદ્યોગિક શહેર મહેસાણામાં ઔદ્યોગિક વિકાસ ખૂબ થઈ રહ્યો છે, નેશનલ હાઈવે નંબર-8 અમદાવાદથી પાલનુપર-ડીસા હાઈવેની બંને બાજુ પર ઉદ્યોગો, કારખાના, અલગ અલગ પ્રોડક્ટની નાની-મોટી ફેક્ટરીઓ સહિત મોટી કંપનીઓ સ્થાપિત છે. ત્યારે સત્યમેવ ગ્રુપ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક નિર્માણ કરીને, ગુજરાતના ઔદ્યોગિક વિકાસની ગતિમાં વેગ આપવાનું કામ કરવા જઈ રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments