GovernmentHousingInfrastructureNEWSPROJECTSUrban Development

રાજસ્થાનના દૌસામાં 1400 કિ.મી. લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું PM મોદીએ કર્યું ઉદ્દઘાટન

PM Modi inaugurated 1400 km long Delhi-Mumbai Expressway in Dausa, Rajasthan.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના દૌસામાં લગભગ 1,400 કિલોમીટર લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના મહત્વાકાંક્ષી પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યુ છે. 246 કિલોમીટરની લંબાઈ ધરાવતો

એક્સપ્રેસ વે દિલ્હી-દૌસા-લાલસોટ વિસ્તાર દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટાડીને લગભગ સાડા ત્રણ કલાક કરશે. જે સમગ્ર પ્રદેશમાં આર્થિક તકોને વેગ આપશે તેવી સંભાવના રહેલી છે.

પૂર્વી રાજસ્થાનના દૌસાના ધનાવર ગામમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “અભ્યાસ દર્શાવે છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ વધુ રોકાણ લાવે છે.” વધુમાં કહ્યું કે, એક્સપ્રેસવે “વિકાસશીલ ભારતનું એક ભવ્ય ચિત્ર” છે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સરકાર હાઈવે પ્રોજેક્ટ્સ, બંદરો, રેલવે, ઓપ્ટિકલ ફાઈબરમાં રોકાણ કરે છે અને મેડિકલ કોલેજો ખોલે છે ત્યારે તે વેપારીઓ, નાના દુકાનદારો અને ઉદ્યોગોને શક્તિ આપે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close