NEWS

જંત્રી દરમાં કરાયેલા વધારાનો 15 એપ્રિલ-2023થી થશે અમલ, ડેવલપરોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો.

The hike in Jantri rate will be implemented from 15-April-2023, the developers thanked the CM.

જંત્રી દરમાં કરાયેલા વધારાનો અમલ તા. 15 એપ્રિલ-2023 થી થશે તેવું મુખ્યમંત્રી કાર્યલયના સૂત્રોએ જણાવ્યું છે, અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તેમની ટીમે નિર્ણય લીધો છે.

ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના, આ નિર્ણયથી રાજ્યભરના રિયલ એસ્ટેટ અને જનમાનસમાં પર આનંદની લાગણી છવાઈ છે. તો, રાજ્યભરના ડેવલપર્સ સહિત રીયલ એસ્ટેટ સાથે જોડાયેલા તમામ વ્યવસાયકારો હર્ષની લાગણી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત તેમની ટીમનો હદયપૂર્વક આભાર માન્યો છે.  

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તા. 4-2-2023 ના રોજ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી 15 એપ્રિલ-2023ના રોજથી અમલી કરવામાં આવશે.

સુરેશ પટેલ, પ્રેસિડેન્ટ, નારેડકો ગુજરાત

નારેડકો ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો હદય પૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના પ્રજાવત્સલ્ય નિર્ણયથી ગુજરાતમાં આનંદો છવાયો છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, નવી જંત્રીનો અમલ 15 એપ્રિલથી કરવાથી વેચનાર અને લેનાર બંને પક્ષકારોને સમય મળશે તેમના પર બોજો ટળશે, અઢી મહિનાનો સમય હોવાથી દરેકને જંત્રીને લગતા કામો માટે તક મળશે તેમજ જે ડેવલપર્સના પ્રોજેક્ટના પ્લાન, એફએસઆઈ સહિત અનેક પ્રોજેક્ટને લગતા કામો પાઈપલાઈન હશે તેમની તક મળી છે.

અજય પટેલ, ચેરમેન, ક્રેડાઈ ગુજરાત

ગુજરાત ક્રેડાઈના ચેરમેન અજય પટેલે ડબલ જંત્રીનો અમલ 15 એપ્રિલ સુધી કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો હદય પૂર્વક આભાર વ્યક્ત જણાવ્યું છે કે, અમારો વિરોધ ડબલ જંત્રીનો ન હતો પરંતુ, રાજ્ય સરકારે રાજ્યભરમાં ભૌગોલિક સ્થિતિ અને માર્કેટ વેલ્યૂ મુજબ જંત્રીનો દર વધારવો જોઈએ. હવે ક્રેડાઈ ગુજરાત આવનારા દિવસોમાં ક્યા વિસ્તારમાં કેટલી જંત્રી કરવી તે અંગે સરકારને વિસ્તાર મુજબની જંત્રી અંગેનું એક લિસ્ટ આપશે.

ચિત્રક શાહ, એમડી, શિવાલિક ગ્રુપ, અમદાવાદ

શિવાલિક ગ્રુપના મેનેજિંગ ડીરેક્ટર ચિત્રક શાહે જંત્રી દરના અમલમાં મુદ્દત વધારાના ગુજરાત સરકારના નિર્ણયને સ્વાગત કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. અને જણાવ્યું છે કે, સમગ્ર અમદાવાદ શહેરમાં સાયન્ટિફિક રીતે જંત્રીનો અમલ થવો જરુરી છે.

આષિશ પટેલ, પૂર્વ ચેરમેન, ગુજરાત ક્રેડાઈ

તો, ગુજરાત ક્રેડાઈ પૂર્વ ચેરમેન અને વર્તમાન ગુજરાત ક્રેડાઈના સલાહકાર આશિષ પટેલે જણાવ્યું છે કે, જંત્રીનો અમલ એપ્રિલ સુધી કર્યા, તે ગુજરાત સરકારનો સારો અને જનકલ્યાણનો નિર્ણય છે. પરંતુ, પ્રિમિયમ, પેડ એફએસઆઈ અને સ્ટેમ્પ ડ્યૂટી પર ડબલ જંત્રીની અસરો થશે તેનું સીધું નુકસાન પ્રજા પર પડશે તે અંગે પણ સરકારે ધ્યાન આપવું જોઈએ.

ડૉ. વત્સલ પટેલ, પ્રેસિડેન્ટ, GICEA

ગુજરાતની નામાંકિત સંસ્થા GICEAના પ્રમુખ ડૉ. વત્સલ પટેલે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, જંત્રીના અમલમાં સમય આપ્યો એ તો સારુ છે. પરંતુ, પ્રજાના હિત માટે જો જંત્રીના દર કેટલાક અંશે ઘટાડો કરવામાં આવે તો સોનામાં સુંગધ ભળે.

અપૂર્વ ઠાકરશી, સેક્રેટરી, GICEA

તો, GICEAના સેક્રેટરી અપૂર્વ ઠાકરશીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, જંત્રીના અમલમાં જે સમય આપ્યો તે રાજ્ય સરકારનો ઉમદા નિર્ણય છે, જેથી દરેકને દસ્તાવેજો સહિત અનેક પ્રોજેક્ટના લગતા કામોમાં સમય મળશે.

કિરણ પટેલ, પ્રેસિડેન્ટ, ક્રેડાઈ ગાંધીનગર

ક્રેડાઈ ગાંધીનગરના પ્રેસિડેન્ટ કિરણ પટેલે જંત્રીના અમલની મુદ્દતમાં વધારો બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આવનારા સમયમાં રાજ્ય સરકાર હજુ પણ જંત્રી દર અંગે અનેક વિસંગતતાઓ રહેલી છે તેને દૂર કરવી જોઈએ.

અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ હરેશ વાસણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર જંત્રીનો અમલમાં સમય આપ્યો તે ખૂબ સારી વાત છે પરંતુ, હજું કટેલાક મુદ્દાઓ યયાવત્ છે તે અંગે અમારી રજૂઆતો ચાલુ જ રહેશે. સાથે સાથે અમદાવાદ સિટીમાં વિસ્તારમાં મુજબ જંત્રી અલગ અલગ છે તે અંગે પણ સરકારે ધ્યાન આપવું જોઈએ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- સીએમઓ.

Show More

Related Articles

Back to top button
Close