GovtHousingNEWSUrban Development

તમામ લોન મોંઘી, વધુ EMI ભરવા પડશે: RBIએ વ્યાજદર 6.50% કર્યા, 20 વર્ષ માટે 30 લાખની લોન પર રૂ. 1 લાખ વધુ ચૂકવવા પડશે.

All loans will be hike, higher EMIs to be paid: RBI hikes interest rates to 6.50%, 30 lakh loan for 20 years.

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે, જેને કારણે રેપો રેટ 6.25%થી વધીને 6.50% થયો છે, એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવા પડશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ MPCની આ પ્રથમ બેઠક છે.

વ્યાજદર અંગે નિર્ણય લેવા માટે 6 ફેબ્રુઆરીથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી હતી. RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે સવારે પ્રેસ-કોન્ફરન્સમાં વ્યાજદરો સંબંધિત જાહેરાત કરી. અગાઉ ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદર 5.90%થી વધારીને 6.25% કરવામાં આવ્યો હતો.

6 વખતમાં 2.50% વધાર્યા
મોનેટરી પોલિસીની મિટિંગ દર બે મહિને મળે છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. ત્યારે RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ આરબીઆઈએ 2 અને 3 મેના રોજ ઈમર્જન્સી મીટિંગ બોલાવીને રેપો રેટમાં 0.40%થી 4.40% સુધીનો વધારો કર્યો હતો.

રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી થયો હતો. આ પછી 6થી 8 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ 4.40%થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં એમાં 0.50%નો વધારો કરીને એને 5.40% કરવામાં આવ્યો. સપ્ટેમ્બરમાં વ્યાજદર વધીને 5.90% થઈ ગયા. ત્યાર બાદ ડિસેમ્બરમાં વ્યાજદર 6.25% પર પહોંચી ગયા. હવે વ્યાજદર 6.50% પર પહોંચી ગયો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close