કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY) માટે 79000 કરોડની ફાળવણી, એર્ફોડેબલ હાઉસિંગને મળશે વેગ
Affordable housing gets push, PMAY allocated Rs 79,000 crore
કેન્દ્રીય બજેટ 2023-24માં પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY) માટે રુ. 79000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે શહેરી ગરીબો માટે સરકારના આવાસ કાર્યક્રમને વધુ પ્રોત્સાહન આપશે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, PMAY નો ખર્ચ 66 ટકા વધારીને રુ.79000 કરોડથી વધુ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, શહેરી વિકાસ માટે કેન્દ્ર સરકાર દર વર્ષે રુ.10,000 કરોડ રુપિયા ફાળવશે. હાઉસિંગ ફોર ઓલ અભિયાન અંતર્ગત નિર્માણ પામતા પોષણક્ષમ આવાસો વધારે બનશે અને લોકોને ઘરનું ઘર મળશે તેવું કવિશા ગ્રુપના એમડી પાર્થ પટેલે જણાવ્યું હતું.
ઘરનું ઘર અભિયાન સંપૂર્ણ સફળ બનાવવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સક્રિયતા સાથે ગતિશીલ છે. દેશભરમાં લોકોને ઘરનું ઘર ખરીદવામાં કેન્દ્ર સરકાર ગ્રામિણ વિસ્તારોમાં 1,20,000 અને શહેરી વિસ્તારોમાં 2,67,000 રુપિયા આપે છે, જેથી લોકોને પોતાના સ્વપ્નનું ઘર ખરીદવા સરળતા રહેશે અને પોતાનું ઘરનું સ્વપ્ન પૂર્ણ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
7 Comments