અમદાવાદના પશ્ચિમમાં જંત્રીના દરો વધવાની પ્રબળ સંભાવના રહેલી છે.- સૂત્રો
Jantri rates to jump in Ahmedabad's west.
12 વર્ષથી વધુ સમય બાદ રાજ્ય સરકારે શહેરના વિવિધ વિસ્તારો માટે જંત્રીના દરનું પુન: મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કલેક્ટર (સ્ટેમ્પ ડ્યૂટી અને આકારણી) ને છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા વેચાણ ખતની વિગતો માંગવામાં આવી છે. જેથી કરીને જિલ્લા મૂલ્યાંકન સમિતિ કામચલાઉ દરે પહોંચી શકે, જે નવા જંત્રી દરોની દરખાસ્ત પર અસર કરશે. જે જમીન સોદાઓની તપાસ કરવામાં આવી રહી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) વિસ્તારમાં સ્થિત છે.
એક વરિષ્ઠ મહેસૂલ અધિકારીઓનું કહેવું છે કે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જંત્રીના દરમાં ભારે ઉછાળો થાય તેવી સંભાવના રહેલી છે. એક અધિકારી કહે છે, “દોઢ વર્ષ પહેલાં, બોડકદેવ ટીમાં 3,469 ચોરસ મીટરના ફાઇનલ પ્લોટ નંબર 385ની 2.22 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં હરાજી કરવામાં આવી હતી. તેની 77.04 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે. જંત્રી પ્લોટનો દર ચોરસ મીટર દીઠ રૂ. 12,000 જેટલો ઓછો હતો.”
હવે, AMC બોડકદેવમાં 2.28 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં બીજા પ્લોટની હરાજી કરી રહી છે. આ પ્લોટની કિંમત 172.75 કરોડ રૂપિયા હશે.
“નવા હરાજીના દરોને કારણે મહેસૂલ અધિકારીઓએ થલતેજ, વેજલપુર, બોપલ અને ચાંદખેડા વિસ્તારો માટે જંત્રીના દરોમાં ભારે વધારાની વિચારણા કરી છે જ્યાં જમીનના સોદા જંત્રીના દર કરતાં 22 ગણા વધુ થયા છે. AUDA એ તાજેતરમાં જ 11 અલગ-અલગ પ્લોટની કિંમત અને તેના જંત્રી દરના અંગે તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, મકરબામાં એક પ્લોટનો બેઝ રેટ રૂ. 6,750 પ્રતિ ચોરસ મીટર હતો જ્યારે તેનો કોમર્શિયલ દર રૂ. 76,150 પ્રતિ ચોરસ મીટર હતો.
બોડકદેવમાં, AUDA ની માલિકીના અન્ય પ્લોટનો જંત્રી દર રૂ. 10,000 પ્રતિ ચોરસ મીટર હતો, પરંતુ મૂળ કિંમત રૂ. 2.09 લાખ થી 2.44 લાખ પ્રતિ ચોરસ મીટર વચ્ચે હતી. એ જ રીતે, ગોતામાં જંત્રીનો દર ચોરસ મીટર દીઠ રૂ. 11,500 હતો જ્યારે બજાર કિંમત રૂ. 62,930 પ્રતિ ચોરસ મીટર હતો.
“જ્યારે સરકારી એજન્સીઓ નાગરિક ઉપયોગિતાઓ માટે પ્લોટ મેળવે છે, ત્યારે તે જંત્રીના દર કરતાં ત્રણ કે ચાર ગણા વધુ ભાવે જમીન ખરીદે છે. તેની સીધી અસર નવા જંત્રી દરો પર જોવા મળશે,” એક વરિષ્ઠ કલેક્ટર અધિકારી કહે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા,સૌજન્ય-ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
7 Comments