પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વાઈન્ડપ પૂરજોશમાં, આગામી ડેવલપર્સ પ્રોજેક્ટો શરુ કરે તેવી સંભાવના
Windup in full swing at Pramukh Swami centenary celebrations, likely to launch upcoming developer projects.

રીયલ એસ્ટેટ સેક્ટરના જાણકાર દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રમુખનગરમાં કાયમી માટે સ્ટ્રીટ લાઈટ, ગટર અને રોડ નિર્માણ કર્યા છે. જેથી આવનારા સમયમાં અહીં બિલ્ડર્સ પોતાના પ્રોજેક્ટ શરુ કરશે તેવી સંભાવના છે. પ્રમુખનગર એગ્રીકલ્ચરલ ઝોન અને એર્ફોડેબલ ઝોનમાં પડે છે.

600 એકર વિશાળ જમીન પર નિર્માણ પામેલા પ્રમુખ સ્વામીનગરનું હાલ વાઈન્ડપ ચાલી રહ્યું છે. જ્યાં ભગવાન બિરાજ્યા છે ત્યાં જ હવે એક પ્રમુખનગર નિર્માણ પામશે તો નવાઈ નહી. એટલે કે, જ્યાં પ્રમુખનગર નિર્માણ પામ્યું હતું તે 600 એકર જમીનમાં વિસ્તારાયેલું હતું. જે ટીપી 407, 408, 406 માં આવે છે અને ઘણા બધા સર્વ નંબરોનો સમાવેશ થાય છે. તેમજ એસપી રીંગ રોડ નજીક એર્ફોડેબલ ઝોન છે જેથી ત્યાં નાના-મધ્યમ વર્ગના લોકો માટે સરકાર દ્વારા આવાસો નિર્માણ પામશે.


છેલ્લા ત્રણ દિવસમાં સ્વયંસેવકોએ એક કરોડ કરતાં પણ પેવર બ્લોક, મોટા મોટા પેવેલિયન ડોમ, ગ્લો ગાર્ડનના નિર્માણો અને સ્ટ્રક્ચરોને ખૂબ જ સુંદર રીતે પેકિંગ કરીને તેને યોગ્ય જગ્યા પર સંગ્રહિત કરવાનું આયોજન કર્યુ છે. સાથે સાથે બીએપીએસ સંસ્થા વતી મહોત્સવમાં જે લોકોએ સેવા આપી છે તેનો કૃતાજ્ઞતા સમારોહ પણ કરીને દરેકને હદય પૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
17 Comments