કોન્કલેવ ઓફ સિટી લીડર્સમાં CM બોલ્યાં, નગરો-મહાનગરોમાં વિકાસનું કોઈ કામ નાણાંના અભાવે અટકતું નથી
CM said at Conclave of City Leaders, no development work in cities-metropolis stops due to lack of money
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના નગરો-મહાનગરો શહેરી વિકાસ કેવો હોય તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો અને નાણાંકીય વ્યવસ્થાપનનો જે મજબૂત પાયો નાંખ્યો છે, તેના પરિણામે સ્ટેટ ગર્વનમેન્ટ અને લોકલ સેલ્ફ ગર્વનમેન્ટ તથા વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ એક થઇને કામ કરે છે. એટલું જ નહીં, નગરો-મહાનગરોમાં વિકાસનું કોઇ કામ નાણાંના અભાવે અટકતું પણ નથી
રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓને શહેરી જનસુખાકારી, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, સ્વચ્છ ભારત મિશન, અમૃત 2.0, એફોર્ડેબલ હાઉસિંગ તેમજ નાણાંકીય વ્યવસ્થાપન અંગે રાજ્ય સરકારની અમલી યોજનાઓ, પહેલરૂપ બાબતો તેમજ ભવિષ્યના કાર્ય આયોજનના વિસ્તૃત પ્રેઝન્ટેશન આ કોન્કલેવમાં કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિસંવાદની ચર્ચા-પરામર્શ સત્રમાં સહભાગી થતાં કહ્યું કે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ પોતાની આવકના સ્ત્રોત ઊભા કરવા સાથે લોકોના પૈસાનું પુરેપુરૂં વળતર વિકાસ કામોથી આપે. ગુજરાત સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનના પરિણામે નીતિ આયોગના ઇન્ડેક્ષમાં અગ્રેસર છે તેનું ગૌરવ કરતાં ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના દિશા દર્શનમાં આ સ્થિતી ગુજરાતમાં ઊભી થઇ છે. લોકોએ વિકાસના કામો અને નાણાંકીય વ્યવસ્થાપનની સંગીન સ્થિતીને કારણે જ આટલો અપાર વિશ્વાસ પ્રચંડ જનસમર્થનથી આપણામાં મુકયો છે ત્યારે હવે આપણે બેવડી જવાબદારીથી કામ કરવાનું છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, G-20ની 15 બેઠકોનું યજમાન ગુજરાત બનવાનું છે, તેમાં અર્બન-20ની બેઠકો દ્વારા આપણે ગુજરાતનો શહેરી વિકાસ, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ, વિશ્વના દેશો સમક્ષ ઊજાગર કરી શકીશું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે સંકલ્પના આપી છે. તેને સાકાર કરવામાં વિકસિત ગુજરાતના નિર્માણથી ગુજરાત લીડ લે તેવું આહવાન પરિસંવાદમાં ઉપસ્થિત સૌને કર્યુ હતું.
આ એક દિવસીય પરિસંવાદના પ્રારંભે શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ કુમારે કોન્કલેવના આયોજનનો હેતુ વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા સમજાવ્યો હતો. શહેરી ગૃહ નિર્માણ સચિવ રાકેશ શંકર, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલે પણ પોતાના કાર્યક્ષેત્રની ગતિવિધિઓનું વિવરણ પ્રેઝન્ટેશન મારફત કર્યુ હતું. સ્વચ્છ ભારત મિશન (શહેરી)ના ડિરેકટર પ્રજાપતિ એ સૌનો આભાર વ્યકત કર્યો હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
9 Comments