GICEA સંસ્થા, તેનાં 75 વર્ષના સમાપન અંતર્ગત યોજશે ત્રિ-દિવસીય સમાપન સમારોહ
A three-day valedictary ceremony will be held as part of the completion of 75 years of the GICEA in December.
ગુજરાતના આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયર્સની નામાંકિત સંસ્થા ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ(GICEA) સંસ્થા દ્વારા ડીસેમ્બરની 22, 23 અને 24ના રોજ GICEAનાં 75 વર્ષનો સમાપન સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. જે અંતર્ગત સમાપન સમારોહનો લોગોને GICEAએ ખુલ્લો મૂકીને, એક્ઝિબિશન, સેમિનાર અને એન્ટરટેઈન્મેન્ટ ઈવેન્ટની જાહેરાત કરી હતી. જેમાં GICEAની કોર કમિટી સહિત આર્કિટેક્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે GICEAના પ્રેસિડેન્ટ ડૉ. વત્સલ પટેલે સિવિલ એન્જિનીયર્સ, આર્કિટેક્ટ અને સંસ્થાના સભ્યો સહિત બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના વ્યવસાયકારોને આ કાર્યક્રમમાં ભાગ લઈને સફળ બનાવવા અપીલ કરી છે.
નોંધનીય છે કે, GICEAએ તેના 75 વર્ષની ઉજવણી આખું વર્ષ કરી, અને તેનું સમાપન 22 ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે જેના ભાગરુપે 22થી 24 ડિસેમ્બર ત્રિ-દિવસીય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments