અમદાવાદ: સાયન્સ સિટી નજીક ભાડજ સર્કલ ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
Union Home Minister Amit Shah inaugurated Bhadaj Circle Flyover Bridge today.
આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાયન્સ સિટી નજીક આવેલા ભાડજ સર્કલ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી કમિટીના ચેરમેન હિતેશ બારોટ, મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, એમએલએ અરવિંદ પટેલ સહિત અનેક સ્થાનિક રાજકીય આગેવાન સહિત મોટીસંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અંદાજિત 73 કરોડના ખર્ચે નિર્માણ પામેલો ભાડજ ફ્લાય ઓવર બ્રિજની લંબાઈ 1 કિલોમીટર છે. બ્રિજના બંને છેડાની એપ્રોચ લંબાઈ શિલજ તરફ 310 મીટર છે અને બોપલ તરફ 270 મીટર છે. આ બ્રિજ ફોર લેનની પહોળાઈ ધરાવે છે. આ બ્રિજની બંને બાજુ સર્વિસ રોડ આપવામાં આવ્યા છે, આ બ્રિજનું નિર્માણ Reinforced Earth Wall( RE Wall) ટેકનિકથી બનાવવામાં આવી છે.
ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની રાકેશ કન્સ્ટ્રક્શન કંપનીએ ભાડજ સર્કલ ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કર્યુ છે. બ્રિજનું નિર્માણકાર્ય શ્રેષ્ઠ કન્સ્ટ્રક્શન ક્વોલિટી સાથે સમયમર્યાદામાં સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
3 Comments