હવે સિંધુ ભવન રોડ પર વાહન પાર્ક કરવા માટે ભરવો પડશે ચાર્જ ?
Now you have to pay a charge to park a vehicle on Sindhu Bhawan Road?
અમદાવાદ- શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર હવે જો લટાર મારવા નીકળશો તો તમારે પાર્કિંગ માટે પૈસા ભરવા પડશે. તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સિંધુ ભવન રોડ પર રસ્તા પર પાર્કિંગ કરવા બદલ ફી વસૂલવામાં આવશે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ડર અનુસાર, ટૂ-વ્હીલર માટે એક કલાકના પાર્કિંગ માટે પાંચ રુપિયા લેવામાં આવશે જ્યારે ફોર-વ્હીલર માટે પ્રથમ બે કલાકના 15 રુપિયા વસૂલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા તંત્રને પાર્કિંગના આ નવા નિયમને કારણે 21 લાખ રુપિયા કમાણી થવાની આશા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો જણાવે છે કે, સિંધુ ભવન રોડ પર આવેલી મોટાભાગની કોમર્શિયલ ઈમારતો અને રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પાર્કિંગની પૂરતી સુવિધા હોય છે. અહીં આવનારા લોકો તે પાર્કિંગમાં જ વાહન મૂકવાને પ્રાથમિકતા આપે છે. માટે, ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે પૈસા લેવાની કોઈ તાત્કાલિક જરૂરિયાત જણાતી નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
10 Comments