Civil EngineeringCivil EngineersCivil TechnologyHousingInfrastructureNEWS

અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે એન્જિનીયર્સ ડે નિમિત્તે, યોજાયો સિવિલ એન્જિનિયર્સનો સેમિનાર

Civil Engineers Seminar held on the occasion of Engineers Day at Credai-Gihed House, Ahmedabad

અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે સિવિલ એન્જિનીયર ડૉ. ગિરીશ શિંઘાઈ દ્વારા એન્જિનીયર્સ ડે નિમિત્તે, સિવિલ એન્જિનીયર્સ માટે એક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સિવિલ એન્જિનીયર્સના વિદ્યાર્થીઓને સિવિલ એન્જિનીયરીંગ અંગેની નીતિ અને તાલીમથી અગવત કરાયા હતા. તેમજ એમ. વિશ્વેશ્વરાયના જીવનના કેટલાક યાદગાર પ્રસંગોનો ચિતાર રજૂ કરતા પ્રોજેક્ટ અંગેનો ફોટો પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર અને નામાંકિત સિવિલ એન્જિનીયર ડૉ. એમ.એન. પટેલ, ગુજરાતના સિવીલ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટની પ્રતિષ્ઠિત સંસ્થા જીઆઈસીઈએના પ્રમુખ ડૉ. વત્સલ પટેલ, આર્કિટેક્ટ પ્રવિણ પટેલ,સિવિલ એન્જિનીયર્સ, વિદ્યાર્થીઓ સહિત અનેક વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.   

નોંધનીય છે કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના મહાન સિવિલ એન્જિનિયર અને ભારત રત્ન એવા એમ.વિશ્વેશ્વરાયનો જન્મ દિવસ છે. અને તેમના માનમાં ભારત દેશ સિવિલ એન્જનીયર્સ દિવસની ઉજવણી કરે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા  

Show More

Related Articles

Back to top button
Close