આવતીકાલે 15 સપ્ટેમ્બર-સિવિલ એન્જિનીયર્સ ડે, દેશમાં સિવિલ એન્જિનીયરીંગ શિક્ષણ-સેમિનાર દ્વારા થશે ઉજવણી
Tomorrow, September 15-Civil Engineers Day, will be celebrated through civil engineering education-seminars across the country.
આવતીકાલનો દિવસ, દરેક સિવીલ એન્જિનિયર્સ માટે “I am Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના મહાન સિવિલ એન્જિનિયર અને ભારત રત્ન એવા એમ.વિશ્વેશ્વરાયનો જન્મ દિવસ છે. તેમના માનમાં ભારત દેશ સિવિલ એન્જનીયર્સ દિવસની ઉજવણી કરે છે. ત્યારે અમદાવાદના નામાંકિત સિવિલ એન્જિનીયર ડૉ. ગિરીશ શાંઘાઈએ, સિવિલ એન્જિનીયર્સ ડેની ઉજવણી ભાગરુપે અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે સિવિલ એન્જિનીયરિંગ અને સિવિલ એન્જિનીયર્સના મહત્વ અંગે એક સેમિનારનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ શહેરમાંથી સિવિલ એન્જનીયર્સ અને સિવિલ એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે, 15 સપ્ટેમ્બરના રોજ ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયના જન્મદિવસને ભારતમાં એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. સર એમ વિશ્વેશ્વરૈયાએ એન્જિનિયરિંગ અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આધુનિક ભારતના ડેમ, જળાશયો અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર મહાન રાષ્ટ્ર-નિર્માતાઓમાં તેમની ગણના થાય છે. સર એમ વિશ્વેશ્વરાયે કર્ણાટકના કૃષ્ણ રાજા સાગર ડેમ અને હૈદરાબાદની પૂર સંરક્ષણ પ્રણાલી સહિત મુખ્ય ઈજનેર તરીકે અનેક સ્થાપત્ય અજાયબીઓના બાંધકામની દેખરેખ રાખી હતી.
એન્જિનિયર્સ ડેનો ઈતિહાસ: 1968માં, ભારત સરકારે સર એમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિને એન્જિનિયર્સ ડે તરીકે જાહેર કરી. ત્યારથી, આ દિવસ આધુનિક અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે યોગદાન આપનાર અને હજુ પણ કરતા હોય તેવા તમામ એન્જિનિયરોને સન્માનિત કરવા અને સ્વીકારવા માટે ઉજવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, જૂના કાળમાં જે સિવિલ એન્જિનીયર હોય તે જ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનનું કામ કરી શકતો હતો. પરંતુ, સમયચક્ર બદલતાં હવે કોઈ પણ શ્રીમંત કે અન્ય વ્યવસાયકાર પણ બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નિર્માણ કરીને બિલ્ડર્સ કે કન્સ્ટ્રક્શન ટાઈકૂન બની શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
7 Comments