Civil EngineeringCivil TechnologyConstructionInfrastructureNEWS

CEPTના વિદ્યાર્થીઓએ સિમેન્ટ અને પાણી વગર કોંક્રિટનું મજબૂત સ્ટ્રક્ચર બનાવ્યું

CEPT students built a strong concrete structure without cement and water

નવું બાંધકામ કરવાનું હોય ત્યારે સિમેન્ટ, કોંક્રિટ અને રેતીની ચોક્કસ જરુર પડે છે પરંતુ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી (CEPT University)ના વિદ્યાર્થીએ પોતાના પ્રોજેક્ટ દરમિયાન એક નવી સફળતાં હાંસલ કરી છે. આ વિદ્યાર્થીએ સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર જ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ જેવા કે રાખ કે ગ્રાઉન્ડ ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ (GGBS)ની મદદથી કોંક્રિટ બનાવવામાં સફળતા હાંસલ કરી છે.

આ રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેને જામવામાં પણ ઓછો સમય લાગે છે, તેના માટે પાણીની પણ જરુર પડતી નથી અને તે સિમેન્ટ અને પાણી કરતા વધારે મજબૂતી આપે છે. ભાર્ગવ તેવર કે જેઓ સેપ્ટ યુનિવર્સિટીની ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેશર છે તથા વિઝિટિંગ ફેકલ્ટી નિકુંજ દવે અને વિદ્યાર્થી શિવમ સોની તથા કૃપનેશ પટેલ સહિત અન્ય લોકોએ આ પ્રોજેક્ટના રિસર્ચ પર કામ કર્યું છે.

આ રિસર્ચ અંગે કહેવામાં આવ્યું છે કે, “કેટલાક અંદાજ અનુસાર દુનિયામાં કાર્બન ઉત્સર્જનમાં સિમેન્ટ ઉત્પાદનનો હિસ્સો લગભગ 8% જેટલો છે. આ સિવાય સ્ટીલ અને એલ્યુમિનિયમ પછી સિમેન્ટ ત્રીજા નંબરે આવે છે કે જેની બનાવટ માટે સૌથી વધુ ઉર્જાનો ઉપયોગ કરવો પડે છે, જરુરી તાકાત હાંસલ કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની પણ જરુર પડે છે.” આ સાથે એ પણ જણાવવામાં આવ્યું કે સિમેન્ટનો વિકલ્પ શોધવા માટે જે પ્રયાસ કર્યો છે તેમાં સેપ્ટનું રિસર્ચ એક સારા લેવલ પર પહોંચ્યું છે.

રિસર્ચ દરમિયાન સેપ્ટની પ્રોફેસર અને વિદ્યાર્થીઓની ટીમ દ્વારા બ્લોક્સ અને પેવર્સ બનાવવામાં આવ્યા હતા, જેને ટેક્નિકલ રીતે જીયો-પોલિમર કોંક્રિટ (GPC) તરીકે ઓળખવામાં આવે છે, અને તેની મજબૂતાઈ ચકાસવા માટે કેટલાક ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે આ પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો જે અંદાજ બાંધવામાં આવ્યો હતો તેના કરતા તેની મજબૂતાઈ વધારે જોવા મળી હતી. પ્રોફેસર ભાર્ગવ તેવરે જણાવ્યું કે, “એક ઉદાહરણથી સમજીએ તો આ બ્લોક્સ અને પેવર્સની કોમ્પ્રેહેન્સિવ સ્ટ્રેન્થ M75 કરતા પણ વધુ હતી, સામાન્ય રીતે બિલ્ડિંગ બનાવવા માટે સામાન્ય રીતે તે M30થી M40 ગ્રેડ હોય છે. જે મજબૂતાઈ રિસર્ચ દરમિયાન મળી તે પ્રકારના GPC કોંક્રિટનો ઉપયોગ મેટ્રો અને બુલેટ ટ્રેન જેવા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “GPS અને પરંપરાગત જે કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવે છે તેની મજબૂતાઈ સરખી રહી છે. અહીં મહત્વનું એ છે કે અમે આ પરિણામ રૂમના સામાન્ય તાપમાન પર મેળવ્યું છે જ્યારે કેટલાક વૈશ્વિક પ્રોજેક્ટમાં તેને ઊંચા તાપમાને તૈયાર કરવામાં આવ્યા છે.”

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close