ConstructionGovernmentGovtHousingInfrastructureNEWSPROJECTSResidentialUrban Development

ચૂંટણી પૂર્વે તાપી રિવરફ્રંટ-વહીવટીભવન સહિતના 4500 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરી દેવાશે

4500 crore rupees works including Tapi riverfront-administration will be completed before the elections.

વિધાનસભાની ચૂંટણી પૂર્વેના બે મહિનામાં મહાનગર પાલિકાના રૂા.4500 કરોડથી મહત્વના પ્રોજેકટોનું લોકાર્પણ અને ખાતમૂર્હર્ત કરવાનું આયોજન છે. જેમાં સ્માર્ટ સિટી હેઠળ આઇટીમેક સેન્ટર, કિલ્લા ફેઝ-2 રિડવલપમેન્ટ, ડ્રીમ સિટી ગેટ- ઓફિસ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3391 આવાસોનું લોકાપર્ણ થઇ શકે છે. કન્વેન્શલ બરાજ, પાલિકાનું નવું વહીવટી ભવન, તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સહિતના પ્રોજેકટોનું ખાત મુહૂર્તનું પણ આયોજન છે. બરાજનું ટેન્ડર મંજૂર થઇ ગયું છે. વહીવટી ભવનનું ટેન્ડર બહાર પડાયું છે. તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે વિશ્વ બેંક પાસેથી લોની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. સંભવત: આ ત્રણેયનું ખાતમૂર્હત કરી દેવાશે.

16મી સદીના ઐતિહાસિક કિલ્લા સહિત આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે
1 આઇટીમેક સેન્ટર: સ્માર્ટ. 49 કરોડના ખર્ચે અલથાણ ખાતે બની રહેલ આઇટીમેક સેન્ટરનું કામ બે મહિનામાં પૂર્ણ થશે. આ સેન્ટરથી ટ્રાફિક એન્ડ મોબીલીટી, ફાયર, ઇમરજન્સી સહિતની સર્વિસનું મેનેજમેન્ટ થશે.

2 કિલ્લા રિ-ડેવલપમેન્ટ ફેઝ-2: 50 કરોડના ખર્ચે 16મી સદીના કિલ્લાનું રિ-ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. જેમાં 27 કરોડના ખર્ચે થઇ રહેલ ફેઝ-2નું કામ અંતિમ તબક્કામાં છે. બે મહિનામાં ફેઝ-2ની કામગીરી પૂર્ણ થતાં લોકો માટે ખુલ્લો મુકાશે.

3 ડ્રીમ સિટી ઓફિસ-ગેટ: ડ્રીમ સિટી લિમીટેડનાં સ્ટાફ તથા બોર્ડ મેમ્બર માટે 27.75 કરોડના ખર્ચે ઓફિસ બિલ્ડીંગ બની રહી છે. જ્યારે ડ્રીમસિટીના પ્રવેશદ્વાર પર 6 કરોડના ખર્ચે ડાયમંડ આકારનો ગેટ બની રહ્યો છે.

4 3391 આવાસના ડ્રો: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂા. 203 કરોડના ખર્ચે શહેરના 5 લોકેશન પર નિર્માણ થઇ રહેલા 3391 આવાસના ડ્રો કરવામાં આવશે. 3391 આવાસ આવાસની સામે 18682 અરજી આવી છે.

હાલ રૂંઢ-ભાઠા વચ્ચેબનનાર કન્વેશનલ બરાજના સરવેની કામગીરી કરાઇ રહી છે
કન્વેનશનલ બરાજ: રૂા.900 કરોડના ખર્ચે રૂંઢ-ભાઠા વચ્ચે બનનાર કન્વેનશલ બરાજનું ટેન્ડર મંજૂર થઇ ગયું છે. હાલં સર્વે કરાઇ રહ્યો છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ બરાજનું કામ શરૂ થઇ જશે.

પાલિકાનું નવું વહીવટી ભવન: નવા વહીવટી ભવન માટે1080 કરોડનું ટેન્ડર બહાર પડાયું છે. જુની સબજેલ વાળી જગ્યામાં વહીવટી ભવન બનશે. હાલ પ્રોજેકટ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.

તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ: 3904 કરોડના તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ રૂંઢથી કઠોર સુધી રિવરફ્રન્ટ ડેવલપ કરાશે. વર્લ્ડ બેંક પાસેથી 1400 કરોડની લોન મંજૂરીની પ્રક્રિયા ફાઇનલ સ્ટેજમાં છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close