Civil EngineeringCivil TechnologyConstructionGovernmentInfrastructureNEWSPROJECTS

પટેલ ઈન્ફ્રા. લિ.ને કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા નેશનલ હાઈવેઝ એક્સેલન્સ એવોર્ડ-2021થી સન્માનિત

Patel Infra. Ltd. Honored with National Highways Excellence Award-2021 by Union Ministry of Road Transport and Highways

ગુજરાત સહિત દેશની નામાંકિત રોડ નિર્માણકર્તા કન્સ્ટ્રક્શન કંપની પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને, ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા વડોદરા નજીક 24 કલાકમાં 2.58 કિ.મી. લાંબો 4 લેન સિમેન્ટ કોંક્રિટ રોડ નિર્માણ કરવામાં વિશ્વ રેકોર્ડ સર્જવા બદલ National Highways Excellence Award-2021 અંતર્ગત એક્સેલન્સ ઓફ એવોર્ડથી સન્માનિત કરાયા.

રાજધાની નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે આયોજિત નેશનલ હાઈવેઝ એક્સેલન્સ એવોડર્સ -2021 કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાના હસ્તે, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના એમ.ડી.અરવિંદ પટેલ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કૃણાલ પટેલને આ એવોર્ડ એનાયત કરાયો હતો. જે દરમિયાન રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી અને રોડ ટ્રાન્સપોર્ટના રાજ્ય કક્ષાના મંત્રી વી.કે. સિંઘની ઉપસ્થિતિમાં એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મોટીસંખ્યામાં રોડ કોન્ટ્રાક્ટર્સ, એન્જિનીયર્સ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

નવી દિલ્હી ખાતે યોજાયેલા એવોર્ડ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ, છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કરેલી સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ટોલ મેનેજમેન્ટ, હાઈવે અને ટનલ બાંધકામ અને ગ્રીન હાઈવે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું સારુ કામ થયું છે. વધુમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે, હજુ આવનારા દિવસોમાં ભારત રોડ અને હાઈવે સેક્ટરમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશે.

તો, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, દેશમાં હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં મંત્રાલયની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય લોકો માટે સારી ગુણવત્તાના હાઈવે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. “મને વિશ્વાસ છે કે 2024 સુધીમાં, ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું ધોરણ યુએસનું હશે,” તેવું તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા દર વર્ષે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે નિર્માણકર્તા કંપનીઓના ઉત્તમ કામોને બિરદાવવા આયોજિત કરે છે. જે અંતર્ગત ગુજરાતની બે કન્સ્ટ્રક્શન કંપનીઓ પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને ડી.આર.અગ્રવાલ પ્રા.લિ.ના કામોને સન્માનિત કરાયા હતા.

નોંધનીય છે કે, ગુજરાતનું બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરનું બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, પણ આ બંને કંપનીઓને ધ કોલોનડ્ એવોર્ડ આપીને તેમના કામોને બિરદાવ્યા હતા. 20 એપ્રિલ-2022ના રોજ અમદાવાદમાં યોજાયેલા બિલ્ટ ઈન્ડિયાના એવોર્ડ કાર્યક્રમમાં, આ બંને કંપનીઓને ગુજરાતના રોડ- ટ્રાન્સપોર્ટ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close