GovernmentGovtNEWSUrban Development

રેવન્યુ કમિટીનો નિર્ણય: પ્રોપર્ટી ટેક્સને લગતી તમામ અરજી 15 સપ્ટેમ્બરથી ઓનલાઈન કરી શકાશે

Revenue Committee Decision: All applications related to property tax can be made online from September 15

પ્રોપર્ટી ટેક્સને લગતી તમામ અરજી 15 સપ્ટેમ્બરથી ઓનલાઇન થઈ જશે. અત્યાર સુધી માત્ર નામ ટ્રાન્સફરની અરજી ઓનલાઈન હતી. રેવન્યુ કમિટીના નિર્ણયથી અરજી પર કેટલા સમયમાં નિર્ણય લેવાયો તેની માહિતી મળી જશે. રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું કે, મ્યુનિ. ટેક્સ વિભાગ હવે 100 ટકા ઓનલાઇન થઇ ગયો છે.

લોકોએ પ્રોપર્ટી ટેક્સના કોઈપણ કામ માટે મ્યુનિ. કચેરીએ આવવાની જરૂર રહેશે નહીં. પ્રોપર્ટી ટેક્સને લગતી તમામ અરજીઓ લોકો ઓનલાઇન કરી શકશે. એટલું જ નહી જો લોકો ઇચ્છે તો સિટી સિવિક સેન્ટરમાં જઇને પણ ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કયા સ્ટેજે છે તેની પણ માહિતી ઓનલાઇન મળી રહેશે. હવે ઓનલાઇન પ્રક્રિયાને કારણે અરજી ક્યારે આવી અને કયા કર્મચારી પાસે કેટલો સમય અરજી પેન્ડિંગ રહી તેની પણ જાણકારી સરળતાથી મળી રહેશે.

આ અરજીનો સમાવેશ

  • મિલકતમાં માલિક, કબજેદારના નામમાં ફેરફાર અંગેની અરજી
  • મિલકત વેરા ક્ષેત્રફળ અથવા પરિબળોમાં સુધારા અંગેની અરજી
  • મિલકત નોનયુઝ અંગેની અરજી
  • નવી મિલકત એસેસમેન્ટની અરજી
  • સોલાર રૂફ ટોપ ઇન્સેન્ટિવ સ્કીમ માટેની અરજી
  • વપરાશ મુજબ ડિવિઝન બિલ
  • પ્રોપર્ટી ટેક્સ ચૂકવણી
  • નામ ટ્રાન્સફરની ફી

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close