ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ: ગુડાના 26 ગામોમાં 368 કરોડના ખર્ચે ગટર-પાણીનું નેટવર્ક ઊભું કરશે
Gandhinagar Urban Development Authority: To build sewerage-water network in 26 villages of Guda at a cost of 368 crores
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળની બોર્ડ બેઠક શુક્રવારે ચેરમેન ડો. ધવલ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ગુડાના 26 ગામોમાં ગટર-પાણીના નેવટર્ક સહિતના 386 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
ગુડા હેઠળના સોનીપુર, રૂપાલ, શાહપુર, રતનપુર, લવારપુર, પિરોજપુર, વલાડ, વજાપુર, સરઢવ, આદરજ મોટી, પુન્દ્રાસણ, તારાપુર, અડાલજ, લેકાવાડા, આલમપુર, પાલજ, પ્રાંતિયા, શેરથા, ઉવારસદ, ડભોડા, ચિલોડા, શિહોલી મોટી, દશેલા, પીપળજ, દોલારાણા-વાસણા, નવા ધરમપુર ખાતે વિવિધ કામ થશે. જેમાં પાણી વિતરણ નેટવર્ક, એસટીપી તમામ આનુષાંગિક કામો સાથે સાધનો અને એસએસરીઝ સહિત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા પુરી પાડવા અને પાંચ વર્ષ માટે તમામ પ્રકારના સિવિલ અને મિકેનિકલ સ્ટ્રક્ચર્સ, મશીનરી અને પાઈપ લાઈન નેવટર્કની જાણવણી પેકેઝ વાઈઝ કામોના અંદાજ 368 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવશે.
એટલે કે અત્યાર સુધી ખાળકુવા અને ગ્રામ પંચાયતના બોરકુવામાંથી મુક્તી મળશે. ગુડામાં આવાસ યોજનાના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો બાદ પસંદગી પામેલા અરજદારો જો ફાળવણી રદ્દ કરે તો તેવા કિસ્સામાં ડિપોઝીટની રકમ પરત લેવા 15 દિવસમાં અરજી કરવી પડી હતી. ત્યારે વહે ડ્રોની તારીખથી ચાર મહિનાની અંદર અરજી કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ છે.
રસ્તો ટૂંકો કરવા માટે રાંદેસણ-શાહપુર કાંસ પર બોક્સ કલ્વર્ટ બનાવવા 18.75 કરોડ મંજૂર
ગુડાની ટીપી-5 અને ટીપી-25માં આજુબાજુથી સ્ટેટ હાઈવે તેમજ મુખ્યમાર્ગો પસાર થાય છે. રસ્તા ઉપર રાંદેસણ અને શાહપુર કાંસ નજીકથી પસાર થાય છે જેથી આ રસ્તા પર બોક્ષ કલ્વર્ટ બનાવી ટીપીના રહીશોને ટુંકા રસ્તે અવર-જવર લાભ મળી શકે તે માટે બોર્ડ દ્વારા બોક્ષ કલ્વર્ટ બનાવવા માટે 18.75 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ટીપી-35 બનાવવાની સત્તા મનપાને સોંપાશે
સુચિત ડ્રાફ્ટ ટીપી-35 (વાવોલ-ઉવારસદ) બનાવવા માટેના તમામ અધિકાર ગાંધીનગર કોર્પોરેશનને સોંપવાનું નક્કી કરાયું છે. બીજી તરફ 2013થી મંજૂર થયેલી ટીપી-11-બી (અડાલજ) આખરી કરવા અધિકારીની નિમણુંક કરાયેલી છે. જેઓ દ્વારા ટીપી માટેના કામ ચલાઉ પુન: રચનાની દરખાસ્તો તૈયાર કરીને ફાઈલન પ્લોટ્સ, રસ્તાઓના માળખાની દરખાસ્તો, નકશા બોર્ડનો પરામર્શ લેવા માટે પાઠવ્યા છે. હવે આ દખાસ્તને બોર્ડ દ્વારા પરામર્શ પાઠવવાનું નક્કી કરાયું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
19 Comments