સાત રાજ્યોને પંચાયતોના વિકાસ માટે રૂ. 1,213 કરોડ મળશે: કેન્દ્રની મંજૂરી
Seven states to get Rs 1,213 crore for development of panchayats: Centre's nod
દેશભરની પંચાયતોના વિકાસ માટે આગામી ચાર વર્ષમાં રૂ. 5,911 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ તેને સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ કુલ ખર્ચમાંથી કેન્દ્ર સરકાર રૂ. 3,700 કરોડનો ખર્ચ વહન કરશે જ્યારે રાજ્ય સરકારો રૂ. 2,211 કરોડનો ખર્ચ કરશે. પંચાયતીરાજ મંત્રાલયે આ લક્ષ્યને હાંસલ કરવા માટે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સાત રાજ્યો માટે ચાલુ નાણાકીય વર્ષથી જ રૂ. 1,213.57 કરોડની સંબંધિત યોજનાઓને મંજૂરી આપી દીધી છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં પંચાયતીરાજ મંત્રાલયના સચિવ સુનિલકુમારની અધ્યક્ષતામાં સુધારેલા આરજીએસએની કેન્દ્રીય અધિકાર પ્રાપ્ત સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા 2022-23થી 2025-26 સુધીના સુધારેલા આરજીએસએ પર થનારા રૂ. 5911 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતિ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
પંચાયતીરાજના પ્રતિનિધિઓને તાલીમ આપવામાં આવશે
આ યોજના હેટળ પંચાયતીરાજની સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓને મોટાપાયે તાલીમ આપવામાં આવશે તેને માટે નવા પ્રશિક્ષણ મોડ્યુલ વિકસિત કરવામાં આવ્યા છે. તેના દ્વારા રાજ્યોના પ્રસ્તાવ અનુસાર નવા પંચાયત ભવનોનું નિર્માણ, સીએસીની સ્થાપના, ક્ષમતા નિર્માણ માટે તાલીમનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
9 Comments