ConstructionInfrastructureNEWSPROJECTSUrban Development

સોલાર પાવર: સરકારે મંજૂર કરેલા PV સેલના કુલ ઉત્પાદનના 50 ટકા ગુજરાતીઓ

Solar Power: Gujaratis own 50 percent of the total production of PV cells approved by the government

કેન્દ્ર સરકારે ૧૦૦ ગીગવોટ સોલાર ઉત્પાદન માટે નક્કી કરેલા ટાર્ગેટને સિદ્ધ કરવા માટે વિવિધ સરકારે અને ખાનગી મૂડીરોકાણ માટે કવાયત હાથ ધરી છે. સોમવારે કેન્દ્ર સરકારે દેશમાં સરકારી સોલાર પ્રોજેક્ટ માટે જે સોલાર ફોટોવેલ્ટીક સેલ  (PV સેલ) ઉત્પાદકો પાસેથી જ સેલ ખરીદવા તેની એક નવી યાદી જાહેર કરી છે. વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધી માન્ય આ યાદીમાં કુલ ૬૬ ઉત્પાદકો છે તેમાંથી ૧૧ ગુજરાતમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ ધરાવે છે. આ યાદીમાં કુલ ૧૮,૦૫૦ મેગાવોટ વીજળી ઉત્પાદન થઇ શકે તેવા PV સેલ ઉત્પાદકો સામેલ છે તેમાંથી ગુજરાતમાં કુલ ઉત્પાદન ક્ષમતા અરધાથી પણ વધારે એટલે કે ૮૭૬૦ મેગાવોટની છે. 

ગુજરાતમાં મોટા ઉત્પાદકોમાં દેશના સૌથી ધનિક ગૌતમ અદાણીની મુન્દ્રા સોલાર પ્રાઇવેટ લીમીટેડ વારિ એન્જીનીયરીંગ, જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. 

દેશની અગ્રણી કંપનીઓમાં અદાણી સિવાય ટાટા જૂથની ટાટા પાવર, વિક્રમ સોલાર, સરકારી માલિકીની ભારત ઇલેક્ટ્રોનીક્સ, રીન્યુસીસ, વિસાકા ઇન્ડસ્ટ્રીઝ, ટોપસમ એનર્જી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close