GovernmentGovtInfrastructureNEWSPROJECTS

નર્મદા ડેમના બે પાવર હાઉસમાં 1 દિવસમાં 32 મિલીયન વિજળીનું ઉત્પાદન

Production of 32 million electricity in 1 day in two power houses of Narmada Dam

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીના વધેલા પ્રવાહને કારણે રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસમાં વીજ ઉત્પાદનમાં વધારો થયો છે. 200 MWના 6 અને 50 MWના 5 ટર્બાઇન જનરેટરથી એક દિવસમાં કુલ 32 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.

સરદાર સરોવર નર્મદા ડેમથી 165 મીટર નીચે અન્ડર ગ્રાઉન્ડ રિવર બેડ પાવર હાઉસ છે. રિવર બેડ પાવર હાઉસમાં 200 મેગાવોટના 6 ટર્બાઇન જનરેટર છે. જે લઘુત્તમ 110.64 મીટરના જળ સ્તરે કામ કરી શકે છે. આ ઉપરાંત ડેમ સાઇટ ખાતે કેનાલ હેડ પાવર હાઉસમાં 50 MWના પાંચ ટર્બાઈન જનરેટર છે, જેનું લઘુત્તમ 110.18 મીટરના જળ સ્તરે સંચાલન કરી શકાય છે. ચોમાસામાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં વધેલા પાણીના પ્રવાહને કારણે સોમવારે રિવર બેડ પાવર હાઉસના 200 MW ક્ષમતાના 6 ટર્બાઈન જનરેટ થકી 20 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. આ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના પાંચ ટર્બાઇન જનરેટર થકી ચાર મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે, બંને પાવર હાઉસમાં એક જ દિવસમાં કુલ 31 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. ઉલ્લેખનીય છે કે, રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન જનરેટર 20 જુલાઇથી સતત કાર્યરત છે.

નર્મદા ડેમમાં ઉત્પન થતી વિજળી માંથી ગુજરાતને 16 %, મહારાષ્ટ્રને 27% અને મધ્યપ્રદેશને 57% મળે છે. બંને પાવર હાઉસમાંથી પેદા થતી વીજળી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળે છે.

બંને પાવર હાઉસની કુલ ક્ષમતા 1,450 મેગાવોટ છે

રિવર બેડ પાવર હાઉસની કુલ ક્ષમતા 1,200 મેગાવોટ અને કેનાલ હેડ પાવર હાઉસની કુલ ક્ષમતા 250 મેગાવોટ છે. રિવર બેડ પાવર હાઉસના 6 યુનિટ વર્ષ 2004 અને કેનાલ હેડ પાવર હાઉસના પાંચ યુનિટ વર્ષ 2004માં તબક્કાવાર કાર્યરત કરવામાં આવ્યા હતાં.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close