GovernmentGovtNEWS
રાજેન્દ્ર ત્રિવેદીનું મહેસૂલ અને પૂર્ણેશ મોદીનો માર્ગ-મકાન વિભાગ છીનવાયો
Rajendra Trivedi's revenue and Purnesh Modi's road-building department were stripped
ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં 2 મોટા ફેરફાર, રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી હર્ષ સંઘવીને સોંપાયો, પૂર્ણેશ મોદીનું માર્ગ-મકાન મંત્રાલય જગદીશ પંચાલને ફાળે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પડઘમ વચ્ચે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લીધા છે. મહેસૂલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો છે. તો પૂર્ણેશ મોદી પાસેથી લઈને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપાયો છે. નવી સરકારને એક વર્ષ પણ નથી થયું ને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બે મોટા ફેરફારો થઈ ગયા છે. તેવામાં ભાજપ હાઈ કમાન્ડની સૂચનાથી હજુ પણ આવનાર સમયમાં હજુ પણ મોટો ફેરફાર થાય તેવી શક્યતા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
5 Comments