Big StoryGovernmentHousingInfrastructureNEWS

નાણામંત્રી કનુ દેસાઈએ અમદાવાદને શું આપ્યું ? ઔડાના 1900 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

What is new Gujarat Budget 2022-23

ગુજરાતનું વર્ષ 2022-23નું બજેટ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લાને લગતી વિવિધ જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં ઔડામાં સામેલ વિસ્તારના વિકાસ માટે એશિયન બેંકની સહાયથી રૂ. 1900 કરોડના વિવિધ માળખાગત સુવિધા આપતા પ્રોજેક્ટની મંજૂરી આપી છે. તો સ્માર્ટ સિટી, મેટ્રોરેલ પ્રોજેક્ટ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂ. 1870 કરોડની જોગવાઈ સહિતની જાહેરાત કરવામાં આવી છે.

કનુ દેસાઈના બજેટમાં અમદાવાદને શું મળ્યું?

વર્લ્ડ બેંકની સહાયથી અમદાવાદ મહાનગરપાલિકાના રૂ. 3 હજાર કરોડના ખર્ચે માળખાકીય સુવિધાઓનો પ્રોજેક્ટ મંજૂર

  • અમદાવાદના સીંગરવામાંપેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલને અપગ્રેડ કરીને જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવામાં આવશે (ડીસા સાથે) રૂ. 36 કરોડના આયોજન પૈકી રૂ. 8 કરોડની જોગવાઈ
  • લોકોને ઉચ્ચ કક્ષાની આરોગ્યલક્ષી સેવાઓ આપવાના માસ્ટરપ્લાન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા, જામનગર તથા ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા તેમજ આધુનિકીકરણ માટે જોગવાઈ રૂ. 106 કરોડ
  • સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 900 બેડની સુવિધા સાથે નવિનીકરણ માટે રૂ 450 કરોડના આયોજન પૈકી રૂ. 68 કરોડની જોગવાઈ
  • મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે જોગવાઈ રૂ. 50 કરોડ
  • અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત ગામોને સિંચાઈનો લાભ આપવા માટે જોગવાઈ રૂ. 25 કરોડ
  • ઔડા વિસ્તારના માળખાગત સુવિધાઓ માટે એશિયન ડેવલમેન્ટ બેંક સહાયિત રૂ 1900 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
  • ઓક્ટ્રોય નાબૂદી વ ળતરમાં આગામી વર્ષે 10 ટકાનો વધારો કરાશે, આ યોજના અંતર્ગત જોગવાઈ રૂ 3041 કરોડ
  • શહેરી વિસ્તારમાં નવા 55 હજાર આવાસોના નિર્માણ અર્થે સહાય આપવા જોગવાઈ રૂ. 942 કરોડ
  • શહેરમાં રખડતાં તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઈ રૂ 50 કરોડ
  • ધાર્મિક સ્થળોની સેવા-પૂજા કરનાર વ્યક્તિના ધાર્મિક પરિસરમાં આવેલા રહેઠાણના મકાનને મિલકત વેરામાંથી મુક્તિ અપાશે
  • મહાનગરપાલિકાઓમાં મેટ્રોરેલ અને મેટ્રોલાઈટની સેવાઓ પૂરી પાડવા માટે જોગવાઈ રૂ. 722 કરોડ
  • સ્માર્ટિ સિટી યોજના હેઠળ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ તથા દાહોદ નગરપાલિકાના સગવડો માટે જોગવાઈ રૂ. 700 કરોડ
  • અમૃત યોજના-2 અંતર્ગત પાણીપૂરવઠા, ગટરવ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, તળાવનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે જોગવાઈ રૂ. 350 કરોડ
  • શહેરી વિસ્તારોને રેલવે ફાટકમુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત ઓવરબ્રીજ બાનવા માટે જોગવાઈ રૂ 271 કરોડ
  • સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ જોગવાઈ રૂ 224 કરોડ
  • મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓને અગ્નિશમન વાહનો અને બીજા અત્યાધુનિક સાધનો પૂરા પાડવા માટે તેમજ 16 નગરપાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે જોગવાઈ રૂ157 કરોડ
  • વર્લ્ડ બેંક સહાયિત ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના રૂ 3 હજાર કરોડના માળખાકીય સુવિદાઓ અંગેના પ્રોજેક્ટને મંજૂરી
  • કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2021માં દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના 3 શહેર- સુરત- પ્રથમ, વડોદરા- બીજા અને અમદાવાદ ત્રીજા સ્થાને રહ્યા છે. તો ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સ્તાતમંડળો માટે જોગવાઈ રૂ. 5203 કરોડ
  • આઠ શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં આવેલી ગ્રામ પંચાયતોમાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થા ઊભી કરવા જોગવાઈ રૂ. 75 કરોડ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂ 14297 કરોડની જોગવાઈ
  • મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મૂકેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવી છે
  • ગ્રાન્ડ ઈન એઈડ છાત્રાલયોનું મકાનભાડું વિદ્યાર્થીદીઠ ગ્રામ્ય વિસ્તારમાં રૂ 50થી વધારીને રૂ 100, નગરપાલિકામાં 70થી વધારીને 140 અને મહાનગરપાલિકા વિસ્તારમાં માસિક રૂ 90થી વધારીને 180 કરાશે. વિકસતિ જાતિ માટેની ડે સ્કોલર અને હોસ્ટેલર માટે અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રૂ. 600થી વધારીને રૂ.2200 કરાશે
  • સ્પીપા અમદાવાદ ખાતે ઓફિસર્સ હોસ્ટેલના બાંધકામ માટે જોગવાઈ રૂ 5 કરોડ
  • પીએમ ગતિશક્તિ અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેના ઈક્વિટી પાળા માટે જોગવાઈ રૂ. 1870 કરોડ
  • સી-પ્લેન સેવાઓ માટે વોટર એરોડ્રામ અને આનુષંગિક સગવડો વિકસાવવા તથા દ્વારકા ખાતે નવું એરપોર્ટ વિકસાવવા જોગવાઈ રૂ 19 કરોડ
  • સાયન્સ સિટીમાં માનવ અને જીવવિજ્ઞાન ગેલેરી સ્થાપવા માટે રૂ 250 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે જે પૈકી આગામી વર્ષે જોગવાઈ રૂ 45 કરોડ
  • ભારતના પ્રથમ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં વધુ મૂડીરોકાણ આકર્ષી રોજગારીની તકો સર્જવા તેમજ રોકાણકારોને પ્રોત્સાહન આપવા ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટેમેન્ટ પ્રમોશન સ્કિમ હેટળ જોગવાઈ રૂ 40 કરોડ
  • અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે જોગવાઇ રૂ. 7 કરોડ.
  • જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સ્કૂલ(ડી.એલ.એસ.એસ.)માં ૩૯ શાળાઓના અંદાજે ૪૩૫૦ વિદ્યાર્થીઓને સવલતો પૂરી પાડવા જોગવાઇ ૪૩ કરોડ.
  • બગોદરા તારાપુર વાસદ રસ્તાની 101 કિલોમીટર લંબાઈને રૂ 1654 કરોડના ખર્ચે છ-માર્ગીકરણની કામગીરી પૂર્ણતાને આરે
  • સરખેજ- ગાંધીનગર હાઈવેને રૂ 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી પૂર્ણતાને આરે

Show More

Related Articles

Back to top button
Close