ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

પુરાતત્ત્વ વિભાગે NOC આપતા અમદાવાદમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ હવે શરૂ થશે

The work of the bullet train station in Ahmedabad will now begin after the archeology department gives NOC

અમદાવાદ – મુંબઈ વચ્ચેની હાઈસ્પીડ (બુલેટ) ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પર કોર્પોરેટ લુક ધરાવતા અમદાવાદ સ્ટેશનને પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપતા હવે સ્ટેશન નિર્માણની કામગીરી શરૂ કરાશે.

સરસપુર સાઈડે ઝુલતા મિનારા અને બ્રિક મિનાર જેવા હેરિટેજ સ્મારક છે. આ સ્મારકોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી કોઈ નુકસાન નહીં થાય તેમ પુરાતત્વ વિભાગના સભ્ય હેમરાજ કામદારે સાઈટની મુલાકાત બાદ જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન હેમરાજ કામદારે હાઈસ્પીડ ટ્રેકથી 244 મીટર દૂર આવેલ ઝુલતા મિનાર અને ટ્રેકથી 127 મીટર દૂર તેમજ પ્રસ્તાવિત સ્ટેશનથી 200 મીટર દૂર આવેલા બ્રિક મિનારનું નિરિક્ષણ કરવાની સાથે પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close