ConstructionGovernmentNEWSPROJECTSUrban Development

AMCની માલિકીના 300 પ્લોટ પર દબાણ ન થાય તે માટે ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવાશે

A compound wall will be constructed around the 300 plots owned by AMC to prevent pressure

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના 300 કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. આ હેતુસર શહેરના જુદા જુદા ઝોનમાં આવેલા AMCની માલિકીના 300 પ્લોટ પર લેભાગુ અને અસામાજિક તત્વો દ્વારા દબાણો ન થાય તે હેતુસર આ પ્લોટોની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ટી.પી. કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. શહે૨ના દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 62, ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 58, પૂર્વ ઝોનમાં 58, પશ્ચિમ ઝોનમાં 56, ઉત્તર ઝોનમાં 39 અને દક્ષિણ ઝોનમાં 27 પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. મ્યુનિ. પ્લોટો પર દબાણો ન થાય તે માટે એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવે છે. પરંતુ કર્મચારીઓ અધિકારીઓ સહિત અપૂરતા સ્ટાફ સહિતના કારણોસર અસકારક કામગીરી થતી નથી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close