NEWS

અદાણી ઇન્ફ્રાએ અમદાવાદ-મહેસાણા, વડોદરા હાલોલ હાઈવે હસ્તગત કર્યો

Adani Infra acquired Ahmedabad-Mehsana, Vadodara Halol Highway

અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડે મેક્વાયર એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પાસેથી વડોદરાથી હાલોલને જોડતા સ્ટેટ હાઈવે 87નો 31.7 કિલોમીટરનો પટ્ટો અને તેમ જ અમદાવાદથી મહેસાણાને જોડતા સ્ટેટ હાઈ-વે 41નો 51.6 કિલોમીટરનો પટ્ટે હસ્તગત કર્યો છે. રૂ. 3110 કરોડના ખર્ચે આ બંને માર્ગ હસ્તગત કરવામાં આવી રહ્યા છે.

અદાણી રોડ્સ ટ્રાન્સપોર્ટ લિમિટેડની પેટા કંપની ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના માધ્યમથી આ બે માર્ગ હસ્તગત કરવામાં આવ્યા છે. આ માર્ગનો 26.8 ટકા હિસ્સો આઈ એલ એન્ડ એફ એસ પાસે છે. બાકીનો હિસ્સો ગુજરાત સરકારના હાથમાં છે. આ જ રીતે એઆરટીએલ આન્ધ્રપ્રદેશ સ્ટેટ ટોલ રોડ્સ પોર્ટફોલિયોના 100 ટકા હિસ્સો પણ હસ્તગત કરશે. એઆરટીએલના દેશના 10 રાજ્યોમાં હાઈ વેનો બિઝનેસ છે. કંપની 41000 કરોડના મૂલ્યના 8 હાઈબ્રિડ એન્યુઈટી મોડથી ચાલતા, 5 બીલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરની કન્ડિશનથી ચાલતા તેમ જ ટોલ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરની શરતે ચાલતા એક રોડનો પોર્ટફોલિયો ધરાવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close