
એવું કહેવાય છેકે, સહજ અને સરળ વ્યક્તિત્વ સૌને પ્રિય હોય છે. ત્યારે આવા જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. આ બિલ્ટ ઈન્ડિયા નથી કહેતું, પરંતુ, તેમનું સરળ અને સહજ વ્યક્તિત્વ તેની ઝાંખી કરાવે છે. તા. 23 ઓક્ટોબર, શનિવારે, અમદાવાદમાં GICEAએ સંસ્થાના 75 વર્ષના અંતર્ગત યોજાયેલો, હીરક મહોત્સવ ઉજવણીના ઉદ્દઘાટન દરમિયાન, ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, અમદાવાદ રીયલ એસ્ટેટમાં પાયોનીઅર એવા અનિલ બેકરીને, સામે ચાલીને મળવા ગયા. તે બાદ, અમદાવાદ શહેરના ભવ્ય વિકાસની ધરોહર સમા એસ.પી.રીંગ રોડને આકાર આપનાર, એવા સુરેન્દ્ર કાકાને પોતાની પાસે બેસાડીને, ખરેખર પોતાના સહજ અને સરળ સ્વાભાવની ઝાંખી કરાવી હતી.

જોકે, GICEAએ સંસ્થા દ્વારા મુખ્યમંત્રી માટે માત્ર એક ખુરશી પહેલાંથી જ રાખી હતી. પરંતુ, જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંચ પર આવ્યા બાદ, તેઓની સૂચનાથી, બે બેઠક ધરાવતા સોફા મંગાવીને, બંને એક બેઠક પર બેસીને સિવિલ એન્જીનીયરીંગ અને અમદાવાદના ભવ્યને વિકાસનું સન્માન કર્યું હતું. આવા ખરા અર્થમાં વ્યક્તિનું સહજ અને સરળ વ્યક્તિત્વ કહેવાય.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, તેમના ભાષણમાં પણ કહ્યું હતું કે, પ્રજા કલ્યાણના કોઈપણ કામો હશે અને પ્રજાનાં હકારાત્મક સૂચનો હશે તો, તેના પર તરત જ અમલ કરવામાં આવશે. તે માટે આવતીકાલ કરવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છેકે, સિવિલ ડીપ્લોમા પદવી હાંસલ કરીને, સિવિલ એન્જીનીયર તરીકે ગુજરાતમાં નામાંકિત થયા બાદ, ગુજરાત સરકારના મહત્વના પદો જેવા કે, કોર્પોરેટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અર્બન પ્લાનિંગ બોડી એટલે કે,ઔડાના પ્રેસિડેન્ટ તરીકેનું મહત્વના પદ પર રહીને, અમદાવાદના અર્બન ડેવલપમેન્ટમાં યોગદાન આપ્યું, ત્યારબાદ ઘાટલોડિયાના ધારાસભ્ય બન્યા, આવા તમામ મહત્વના પદો પર રહ્યા છતાં પણ, ના ક્યારેય વિવાદ કે ના ક્યારેય દલીલ, માત્ર એક કર્મઠ કાર્યકર તરીકે ગુજરાતની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ, સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની છાત્રાલયના ઈ-લોકાર્પણ દરમિયાન કહ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments