GovernmentGovtHousingNEWSPROJECTSUrban Development

અમદાવાદ-ગાંધીનગર- ભાવનગરમાં પ્રિલિમિનરી TP સ્કીમ અને રાજકોટ-જામનગરમાં ડ્રાફ્ટ ટી.પી સ્કીમ મંજૂર

Preliminary TP Scheme in Ahmedabad-Gandhinagar-Bhavnagar and Draft TP Scheme in Rajkot-Jamnagar approved

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસથી ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરની એક-એક મળીને કુલ 3 પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે આ ઉપરાંત રાજકોટ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 1-1 એમ કુલ બે ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમની પણ મંજૂરી આપી છે.

અમદાવાદ, ભાવનગર અને ગાંધીનગરની આ ટીપી સ્કીમ મંજૂર
ભૂપેન્દ્ર પટેલે જે ત્રણ પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને અનૂમતિ આપી છે તેમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની સ્કીમ નં 128 ગેરતપૂર, ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રિલિમિનરી ટી.પી સ્કીમ નં. 15 કોલવડા તથા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટી.પી સ્કીમ નં.4 વરતેજનો સમાવેશ થાય છે.

આ ત્રણેય ટીપી મંજૂર થતા 1200 EWS આવાસ બનશે
આ ત્રણેય પ્રિલિમિનરી ટી.પી. સ્કીમમાં બાગ-બગીચા, ખુલ્લી જગ્યા તથા રમત-ગમતના મેદાન તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન સહિત કુલ 38.01 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટી.પી સ્કીમ 128 ગેરતપૂરમાં 1200 EWS આવાસો, ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રિલિમિનરી ટી.પી. 15 કોલવડામાં 1500 EWS આવાસો તથા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ 4 વરતેજમાં પાંચ હજાર EWS આવાસોનું નિર્માણ થઇ શકશે.

જામનગરમાં ડ્રાફટ ટી.પી સ્કીમ નં.23 મંજૂર
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.23 જામનગરમાં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 4.66 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 3.96 હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે 12.14 હેક્ટર્સ મળી કુલ 26.78 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ટી.પી માં સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગોના લોકો EWS માટે આશરે 5400 આવાસો બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે.

રાજકોટના રૈયામાં ડ્રાફટ ટી.પી સ્કીમ નં-33 મંજૂર
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં-33 રૈયામાં 10 હજાર EWS આવાસો બનાવવા માટે 11.26 હેક્ટર્સ સહિત ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે, જાહેર સુવિધા માટે અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે મળીને કુલ 39.49 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આમ, મુખ્યમંત્રીએ મંજૂર કરેલી પાંચ ટી.પી સ્કીમમાં કુલ મળીને 23,100 EWS આવાસો માટે અને અન્ય વિવિધ હેતુઓ માટે કુલ 104.28 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close