GovernmentGovtNEWS

મહેસાણામાં 147 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજમાં નદીની જેમ પાણી વહ્યાં, તાજેતરમાં CMએ લોકાર્પણ કર્યુ હતું

The Rs 147 crore underbridge in Mehsana has flowed like a river, recently inaugurated by the CM.

મહેસાણા જિલ્લામાં બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી હતી. જેને પગલે ગત મધરાતે મહેસાણા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. ધોધમાર વરસાદના પગલે તાજેતરમાં 147 કરોડના ખર્ચે બનાવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો.

લોકાર્પણના ચોથા દિવસે જ બ્રિજમાં પાણી ભરાયા
મહેસાણા જિલ્લામાં 147 કરોડના ખર્ચે બનાવેવા અંડરબ્રિજનું થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યુ હતું. ત્યારે ધોધમાર વરસાદના પગલે લોકાર્પણના ચોથા દિવસે જ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી બ્રિજને વાહનવ્યાવહાર માટે બંધ કરવો પડ્યો હતો. આ વચ્ચે બ્રિજમાં પાણી ભરાવાના કારણે એક ટ્રક ફસાઈ ગઈ હતી.

મહેસાણામાં 147 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા ત્યારે અંડરબ્રિજની સાઈડમાં આવેલા સર્વિસ રોડ પર મોટા ભુવા પડવાના ચાલુ થઈ ગયા છે. અંડરબ્રિજ પાસે ચાલવા માટે બનાવવામાં આવેલા ફૂટપાથના બ્લોક પણ ઉખડી ગયેલા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા હાલ તાત્કાલિક ધોરણે ભુવામાં કપચી નાખવામાં આવી રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close