અમિત શાહે આજે અમદાવાદમાં 210 કરોડના 11 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
Amit Shah inaugurated 11 projects worth 210 crores in Ahmedabad today
કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદના ગોધવી ખાતે ગોધાવી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, વોટર સપ્લાય પ્રોજેક્ટ, ઔડા વિસ્તારમાં સોલિડ વેસ્ટના નિકાલ માટે 5 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સહિતના કુલ 210 કરોડના 11 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સેહરા, બિપીનભાઈ ગોતા સહિત બધા આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદ શહેરમાં પાણી પુરવઠો, હાઉસિંગ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફ્લાયઓવરના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું. જેમાં બોપલ ખાતે 77.53 કરોડના ખર્ચે બનેલા વોટર સપ્લાય પ્રોજેક્ટ, 7.73 કરોડના ખર્ચે બનેલા ઇડબલ્યુએસ આવાસો તથા મનીપુર ગોધાવી ખાતે 9.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થયું હતું.
આ ઉપરાંત એસપી રિંગરોડ પર કમોડ જંકશન ખાતે 77.71 કરોડના ખર્ચે ફ્લાય ઓવર, મણીપુર ગોધાવી ખાતે કેનાલ પર 14 કરોડના ખર્ચે બ્રિજ, ઔડા વિસ્તારમાં સોલિડ વેસ્ટના નિકાલ માટે 5 કરોડના ખર્ચે પ્રોજેક્ટ, એસપી રિંગરોડ ફરતે 10.17 કરોડના ખર્ચે વૃક્ષારોપણની વિવિધ કામગીરી કરવામાં આવી.
ટીમ બિલ્ટ ઇન્ડિયા.
6 Comments