CommercialConstructionDevelopersGovernmentNEWSResidential

વિધાનસભા ચૂંટણી ટાણે ગેરકાયદે બિલ્ડિંગોને કાયદેસર બનાવવા કાયદો લાવવાની તૈયારી

Preparations to bring legislation to legalize illegal buildings ahead of Assembly elections

રાજ્યમાં 85 ટકા જેટલી બિલ્ડિંગોના નિર્માણમાં થયો છે નિયમો અને કાયદાનો ભંગ, ચૂંટણીના વર્ષમાં સરકાર ગેરકાયદે ઈમારતો સામે એક્શન લેવાનું ‘રિસ્ક’ લેવા તૈયાર નથી. અગાઉ વર્ષ 2001 અને 2011માં પણ આવો કાયદો લવાયો હતો, પરંતુ તેમ છતાંય ગેરકાયદે બિલ્ડિંગો ઉભી કરવાના વલણમાં જાણે કોઈ ફરક નથી પડ્યો ત્યારે 11 વર્ષ બાદ ત્રીજીવાર લવાશે વટહુકમ.

બીયુ પરમિશન ના હોય તેવી તેમજ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR)નો ભંગ કરી ઉભી કરી દેવાયેલી બિલ્ડિંગોને હવે કાયદેસર બનાવવા સરકારે તૈયારી શરુ કરી છે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, વિધાનસભા ચૂંટણી પહેલા આ અંગે વટહુકમ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં થયેલી એક જાહેરહિતની અરજીમાં સરકારે કબૂલ્યું હતું કે 85 ટકા ઈમારતોમાં બીયુ પરમિશનની શરતોનો ભંગ થયો છે. અખબાર સૂત્રોને ટાંકીને જણાવે છે કે સરકારે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે, જેમાં ગેરકાયદે બિલ્ડિંગોના માલિક પાસેથી પાસેથી ઈમ્પેક્ટ ફી વસૂલીને તેને કાયદેસરની માન્યતા પ્રદાન કરશે. આ વટહુકમ આ મહિનાના અંત સુધીમાં જ લાવી દેવાય તેવી શક્યતા છે.

જે-તે શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં કાયદાનો ભંગ કરીને ઉભી કરી દેવાયેલી ઈમારતોને કાયદેસર બનાવવા માટે સરકાર આ ત્રીજીવાર કાયદો લાવવા જઈ રહી છે. મોટાભાગે આવી ઈમારતોમાં મંજૂરીથી વધારે અથવા ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલા છે. અગાઉ 2001માં આવો કાયદો આવ્યો હતો, ત્યારબાદ 2011માં પણ તેને ફરી લવાયો હતો. જોકે, ત્યારબાદ પણ નિયમો અને કાયદાની ઐસી કી તૈસી કરી ખોટી રીતે ઈમારતો ઉભી કરી દેવાનું ચલણ રાજ્યમાં અટક્યું નથી. તેવામાં આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સરકાર 11 વર્ષ બાદ ફરી આ પ્રકારનો કાયદો લાવવા જઈ રહી છે, કારણકે સરકારને ડર છે કે જો આ મામલે કડક કાર્યવાહી કરાઈ તો લોકોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

નવા કાયદા સાથે બીયુ પરમિશન વિનાની બિલ્ડિંગોમાં રહેતા કે પછી તેનો વપરાશ કરતા લોકોને તેમજ બિલ્ડિંગમાં વધારાનું કામકાજ કરી દેવાના કારણે ડિમોલિશનની નોટિસ મેળવનારા લોકોને મોટી રાહત મળશે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સરકારને કડક પગલાં લેવા માટે આદેશ આપ્યો હતો. જોકે, રાજ્યમાં 85 ટકા જેટલી ઈમારતોમાં નિયમોનો ભંગ થયો હોવાનું ખુદ સરકારે કબૂલ્યું છે ત્યારે ચૂંટણીના વર્ષમાં સત્તાધીશો આ બાબતે કડક કાર્યવાહી કરવાનું રિસ્ક લેવાના મૂડમાં નથી.

શહેરી વિકાસ અને શહેરી બાંધકામ વિભાગે સમગ્ર રાજ્યોમાં આવી બિલ્ડિંગોનો સર્વે કર્યો છે, જેમાં બહાર આવ્યું હતું કે 85 ટકા ઈમારતોમાં બીયુ પરમિશનના નિયમોનો ભંગ થયો છે. એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં સરકારે જ આ આંકડા કોર્ટમાં રજૂ કર્યા હતા. અગાઉ કોર્ટે સરકારને સ્કૂલ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ના સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે ફાયર સેફ્ટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવવા પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને નિયમોનો ભંગ કરનારા બિલ્ડિંગના માલિકો તેમજ હોદ્દેદારો વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરવા સ્પેશિયલ કોર્ટ સ્થાપવા માટે પત્ર લખ્યો છે. હાઈકોર્ટમાં આ મેટરની સુનાવણીમાં કોર્પોરેશનના વકીલ તરફથી એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે 1126 રહેણાંક ઈમારતો, 259 રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ બિલ્ડિંગો અને 26 કોમર્શિયલ બિલ્ડિંગ પાસે ફાયર સેફ્ટી NOC નથી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

5 Comments

  1. Pingback: i loved this
  2. Pingback: SAR USA pistols
  3. Pingback: Trigger Tech
  4. Pingback: chat rooms
Back to top button
Close