Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

ગુજરાતની 9 નગરપાલિકામાં 74 MLDના STP રૂ. 188 કરોડમાં સ્થાપવા મંજૂરી

Approval to set up STPs of 74 MLD in 9 municipalities of Gujarat at Rs 188 crore

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વધુ ૯ નગરપાલિકાઓમાં ઘરગથ્થુ ગંદા પાણીને શુદ્ધ કરી રિયૂઝ કરવા માટેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-એસટીપી સ્થાપવા મંજૂરી આપી છે. આ નગરપાલિકાઓમાં ગઢડા, કઠલાલ, મહુધા, પાટડી, સાવરકુંડલા, બાયડ, સિદ્ધપુર, સોજિત્રા અને વલ્લાભવિદ્યાનગર સમાવિષ્ટ છે, જ્યાં કુલ રૂ. ૧૮૮.૧૨ કરોડના ખર્ચે કુલ ૭૩.૯૮ એમએલડીના પ્લાન્ટ્સ કાર્યરત થશે. અગાઉ આ નગરપાલિકાઓમાં ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજીથી ઓક્સિડેશન તળાવમાં થતો હતો. હવે અહીં ધારાધોરણ મુજબ એસટીપી કાર્યરત થશે.

અગાઉ રાજ્યની નગરપાલિકાઓમાં માટે કુલ ૧,૪૯૭ એમએલડી ક્ષમતાના ૧૬૧ પ્લાન્ટ્સ રૂ. ૧,૮૫૦ કરોડના ખર્ચે સ્થાપવાની મંજૂરી અપાયેલી છે. જે પૈકી અત્યાર સુધી પ૭ નગરપાલિકાઓમાં ૭૨૦ એમએલડી ક્ષમતાના પ્લાન્ટ સ્થાપવાના કામો જ હજી પ્રગતિમાં છે.

નવ નગરપાલિકાઓ માટે મંજૂર કરાયેલા એસટીપી પૈકી ગઢડામાં ૬.૩ એમએલડીનો પ્લાન્ટ રૂ. ૨૩.૨૯ કરોડના ખર્ચે, કઠલાલમાં ૪.૫ એમએલડીનો પ્લાન્ટ રૂ. ૧૪.૦૨ કરોડમાં, મહુધામાં ૪ એમએલડીનો પ્લાન્ટ ૧૦ કરોડમાં, પાટડીમાં ૩.૪ એમએલડી પ્લાન્ટ ૯.૬૮ કરોડમાં, સાવરકુંડલામાં ૧૩.૪૦ એમએલડીનો પ્લાન્ટ ૩૦.૫૬ કરોડમાં, બાયડમાં ૫.૩૮ એમએલડીના પ્લાન્ટ ૧૩.૧૭ કરોડમાં, સિદ્ધપુરમાં ૧૩.૫૦ એમએલડીનો પ્લાન્ટ ૪૮.૩૧ કરોડમાં, સોજિત્રામાં ૨.૫ એમએલડીનો પ્લાન્ટ ૧૦.૬૧ કરોડમાં અને વલ્લભ વિદ્યાનગરમાં ૨૧ એમએલડી પ્લાન્ટ ૨૮.૪૮ કરોડમાં સર્જાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close