અમદાવાદની કઠવાડા અને વટવા ટીપીને મંજૂરી મળી; ત્રણ શહેરની ચાર ટીપીને સરકારે મંજૂરી આપી
Ahmedabad's Kathwara and Vatwa TPs got approval; The government approved four TPs in three cities
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ ત્રણ શહેરોની ચાર ટીપી સ્કીમને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદની વટવા અને કઠવાડાનો પણ સમાવેશ થાય છે. અમદાવાદની આ બંને સ્કીમોમાં 7100 ઇડબ્લ્યુએસ આવાસ બનશે જ્યારે સત્તામંડળને વેચાણ માટે 12.10 હેક્ટર જમીન પ્રાપ્ત થશે.
અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટીપી સ્કીમ નં.80 વટવા અને ઔડાની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 426 કઠવાડાને મંજૂરી આપવામાં આવી છે. વટવાની ટીપીમાં સામાજિક અને આર્થિક નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે 4.26 હેક્ટર જમીન મળશે જેમાં 3800 જેટલા આવાસ બની શકશે. ખુલ્લી જગ્યા, બગીચા તથા રમત ગમતના મેદાન માટે 2.73 હેક્ટર, જાહેર સુવિધા માટે 5.76 હેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચને પહોંચવા વેચાણ માટે 6.36 હેક્ટર મળી કુલ 19.13 હેક્ટર જમીન ઉપલબ્ધ થશે. કઠવાડાની ટીપીમાં સામાજિક અને આર્થિક નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે 3.69 હેક્ટર જમીન મળશે જેમાં 3300 આવાસ બનશે. વેચાણની 5.47 હેક્ટર મળી 11.81 હેક્ટર જમીન પ્રાપ્ત થશે.
સુરત, જૂનાગઢમાં એક-એક સ્કીમ
સુરત મહા નગરપાલિકાની પ્રારંભિક ટીપી સ્કીમ નં. 40 ડિંડોલી અને જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.10 શાપુરને પણ મંજૂરી આપવામાં આવી છે. આ બંને શહેરોમાં નબળા વર્ગના લોકો માટે 8100 ઇડબ્લ્યુએસ આવાસ બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
6 Comments