
ભારતમાં આવેલા 8 બીચની સ્વચ્છતા અને સુંદરતાએ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બ્લૂ ફ્લેગ બહુમાન મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીવટર પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારત માટે આ એક ગૌરવની ક્ષણ છે. દેશના પાંચ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા અલગ-અલગ 8 બીચને બ્લૂ ફ્લેગ પંચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બ્લૂ ફ્લેગ સર્ટી આપ્યું છે. નોંધનીય છેકે,વિશ્વમાં ભારત પ્રથમ રાષ્ટ્ર છે કે,જેને પ્રથમ પ્રયાસમાં દરિયાઈ બીચની સ્વચ્છતા અને તેની સુંદરતામાં બ્લૂ ફ્લેગ સર્ટીફિકેટ મેળ્યું છે.








કુલ 8 બીચમાં ગુજરાતના દ્વારકાનો શિવરાજપુર બીચ, કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો ઘોઘલા બીચ, કર્ણાટકના બે બીચ કારસોડ અને પુડીબીદ્રી, કેરળનો કપ્પડ, આંધ્રપ્રદેશનો ઋષિકાંડા, ઓરિસ્સાનો ગોલ્ડન બીચ અને આંદામાન-નિકોબારનો રાધાનગર બીચનો સમાવેશ થાય છે. આ સાથે ભારતનો આંતરરાષ્ટ્રીય કક્ષાના 50 બ્લૂ ફ્લેગ દેશોમાં સમાવેશ થયો છે. મહત્વનું છેકે, કોસ્ટલ લાઈન પર થતા પ્રદૂષણને અટકાવીને તેને સ્વચ્છ બનાવવા અને તેની સુંદરતામાં વધારો કરવામાં ભારતને ત્રીજી વખત આંતરરાષ્ટ્રીય કક્ષાનું બહુમાન મળી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
18 Comments