હવે બિલ્ડિંગમાં 2 માળથી વધુ ભોંયરા હોય તો પાણી ઉલેચવા ખાનગી પંપ વસાવવો પડશે, સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય
Now, if the building has more than 2 floors of basement, a private pump will have to be installed to raise water, decision of the standing committee.
અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં આવેલા સોસાયટી અને કોમ્પ્લેક્સના ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું. આખું ભોંયરું પાણીથી ભરાઇ જવાના કારણે તેમાંથી પાણી કાઢવાની સમસ્યા સર્જાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પંપની મદદથી પાણી કાઢવાની કામગીરી પરંતુ ખૂબ મોટી સંખ્યામાં સોસાયટીઓના અને કોમ્પ્લેક્સના ભોયરામાં પાણી ભરાઈ ગયા હોવાથી તંત્ર પહોંચી શક્યું ન હતું. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો હતો કે, હવેથી જે પણ સોસાયટી કે કોમ્પલેક્સમાં બે માળ કે તેનાથી વધુના ભોંયરા હોય તો તેઓએ પોતાનો ખાનગી પંપ વસાવી લેવો જેનાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાય તો તાત્કાલિક તેઓ નિકાલ કરી શકે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે, જે સોસાયટીઓ અને કોમ્પલેક્સમાં બે માળ કે તેનાથી વધુ માળના બનાવવામાં આવ્યા હોય તો તેઓને સૂચન છે, તેઓએ ખાનગી પંપ વસાવી લેવો જોઈએ. જેને કારણે પાણી બનાવવાની સમસ્યા થાય તો તેનો ઝડપી નિકાલ થઈ શકે. શહેરમાં વરસાદના કારણે 430થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જેને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના પંપ અને 80થી વધુ ખાનગી પંપની મદદ લઇ અને નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરમાં આવેલા 78 જેટલા તળાવમાં પાણી ભરાયા છે. મોટા ભાગના તળાવો છલોછલ પાણીથી ભરાઈ ગયા છે.
આવતીકાલ શુક્રવારથી 18 વર્ષથી 59 વર્ષના લોકોને બુસ્ટર ડોઝ વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેના પગલે અમદાવાદ શહેરના તમામ 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર સવારથી બુસ્ટર ડોઝ વેક્સિન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સવારે નવ વાગ્યાથી સાંજ સુધી વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં 30 લાખથી વધુ લોકોને બુસ્ટર ડોઝ લેવાના બાકી છે. જેથી લોકોને અપીલ છે કે આવતીકાલથી તેઓ વેક્સિન લઈ લે. તમામ લોકોને વ્યક્તિ મળે તેવી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, તો આગામી દિવસોમાં ભીડ વધુ થશે તો જે પણ હોલમાં ગત વખતે વ્યવસ્થા કરવામાં આવી હતી. તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. બુસ્ટર ડોઝ લેવા માટે કોઈપણ વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, માત્ર અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈ અને તે વ્યક્તિને લઇ શકશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે, સરસપુર વિસ્તારમાં સવારે વરસાદી પાણીની સાથે કેમિકલ પાણી ફીણવાળા રોડ પર ફરી વળ્યા હતા તે મામલે જણાવ્યું હતું કે, આ બાબતે મને જાણ થતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાને સ્થળ ઉપર મોકલ્યા હતા. અરવિંદ મીલ કે આસપાસની ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલવાળું પાણી છોડવામાં આવ્યું હતું કે કેમ તેની અમને ખબર પડી નથી. પરંતુ રોડ પર ફરી વળેલા પાણી અને અંદરથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. સેમ્પલની ચકાસણી બાદ જે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેમિકલયુક્ત પાણી રોડ પર છોડવામાં આવ્યું હતું. તેને સીલ કરવાની અને તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
8 Comments