Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
કતારગામ રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર 63 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનશે
Flyover bridge to be constructed at a cost of Rs 63 crore from Katargam Ratnamala Junction to Gajera Junction
કતારગામ વિસ્તારમાં રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર ટ્રાફિક સમસ્યાને પગલે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય બજેટમાં લેવાયો હતો. જે અંતર્ગત રૂ. 62.84 કરોડના ખર્ચે બ્રિજનું ટેન્ડર મંજૂર કવા સ્થાયી સમિતિ પાસે મંજુરી માંગવામાં આવી છે. સુરતમાં રેલવે, ફલાય ઓવર, ખાડી બ્રિજ સહિત કુલ 117 બ્રિજ છે.
રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર બ્રિજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા અંદાજીત 82.65 કરોડ સામે રચના કન્ટ્રકશન દ્વારા 24 ટકા જેટલું નીચું 62.84 કરોડની ઓફર કરાઇ છે. 30 માસમાં આ બ્રિજ બનાવવાનો રહેશે. મુંબઈ – અમદાવાદ નેશનલ હાઈવે પર જવા – આવવા માટે અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ ફ્લાયઓવર બ્રિજ આર્શીવાદ રૂપ પુરવાર થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
8 Comments