મોડાસરના બાણગંગા તળાવને 8 કરોડના ખર્ચે પિકનિક સ્પોટ બનાવાશે : અમિત શાહ
Banganga lake in Modasar to be made a picnic spot at a cost of Rs 8 crore: Amit Shah
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ તાલુકાનાં નવાપુરા ગામના પાટિયા પાસે અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીય અંતર્ગત નવાપુરા ખાતે નિર્મિત છ માર્ગીય ફલાયઓવરને ખુલ્લો મૂક્યો હતો. જ્યારે સાણંદના મોડાસર ગામે બાણગંગા તળાવના નવનિર્માણનું ભૂમિપૂજન કર્યું હતું .
શુક્રવારે સાણંદ તાલુકાના નવાપુરા ગામના પાટિયા પાસે અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગના 6 માર્ગીયકરણ અંતર્ગત નવનિર્મિત 6 માર્ગીય ફલાયઓવરનું કેન્દ્રિય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે અષાઢી બીજે લોકાર્પણ કર્યું હતું. જ્યારે સાણંદના મોડાસર ગામે બાણગંગા તળાવના નવનિર્માણનું ભૂમિપૂજન કર્યું હતું.કાર્યક્ર્મમાં સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા અને તાલુકાનાં અધિકારીઓ, તેમજ અમદાવાદ જિલ્લા ભાજપના હોદ્દેદારો,આગેવાનો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અમિતભાઈ શાહે જણાવ્યુ હતું કે મોડાસરના પાંડવકાલીન અને પૌરાણિક મહત્વ ધરાવતા બાણ ગંગા તળાવનો તીર્થ સ્થાન અને પિકનિક સ્પોટ તરીકે ઝાયડસ પરિવારની મદદથી 8થી 11 કરોડના ખર્ચે ભવ્ય વિકાસ કરાશે અને આ કામ સવા વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે .જેથી આ સમગ્ર વિસ્તારનો વિકાસ થશે. બીજી તરફ નવાપુરા ફલાયઓવર બનતા સરખેજ બાવળા હાઇવે પરના ટ્રાફિકનું ભારણ પણ ઘટી જશે.
બાણગંગા તળાવને આ સુવિધાથી સજ્જ કરવામાં આવશે
મોર્નિગ વોક ટ્રેક અને સિનિયર સિટીઝન બેઠક બનશે, દબાણો દૂર કરી મોટાપાયે વૃક્ષારોપણ કરાશે, તળાવના છ ઘાટનું નવનિર્માણ કરાશે, બાળકો માટે રમત ગમતના સંસાધનો ઉપલબ્ધ કરાવાશે, સમગ્ર વિસ્તારમાં ભવ્ય ઓળખ બને તેવું તીર્થ સ્થળ તરીકે વિકાસ પામશે, તળાવની અંદર રિચાર્જ સિસ્ટમ એક્ટિવ કરી આસપાસના ભૂગર્ભના જળના તળ ઊંચા લાવવાની યોજના બનાવાશે. જેનો લાભ ગામના લોકો તથા આસપાસના લોકો લઇ શકશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર.
9 Comments