Civil EngineeringCivil TechnologyCommercialConstructionHousingInfrastructureNEWSPROJECTSResidential

મંદીના માહોલ વચ્ચે નવા પ્રોજેક્ટોમાં મૂડીરોકાણ ઘટીને રૂ. 3.57 લાખ કરોડ

Amid the downturn, investment in new projects fell to Rs. 3.57 lakh crore

મોંઘવારી અને મંદીની અસર નવા પ્રોજેક્ટોના મૂડીરોકાણ પણ દેખાઇ રહી છે. સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએઆઇઇ)ના આંકડા મુજબ જૂન ૨૦૨૨ના અંતે સમાપ્ત થયેલા ત્રિમાસિકમાં રૂ. ૩.૫૭ લાખ કરોડનું રોકાણ નવા પ્રોજેક્ટોમાં થયુ છે જે માર્ચ ક્વાર્ટરના રૂ. ૫.૯૧ લાખ કરોડની તુલનાએ નવુ રોકાણ ૩૯ ટકા ઘટયુ હોવાનાં સંકેત આપે છે.

જો કે વાર્ષિક તુલનાએ નવા પ્રોજેક્ટમાં મૂડીરોકાણનો આંકડો ૨૧.૪ ટકા વધારે છે કારણ કે, કોરોના મહામારીની અત્યંત ભયંકર પ્રતિકુળતાઓ વચ્ચે જૂન ૨૦૨૧ના ત્રિમાસિકમાં નવા પ્રોજેક્ટોમાં રૂ. ૨.૯૪ લાખ કરોડનું રોકાણ થયુ હતુ. આ આકડાંઓમાં સરકારી અને ખાનગી કંપનીઓએ નવા પ્રોજેક્ટોમાં કરેલું મૂડીરોકાણ સામેલ છે.

નવા પ્રોજેક્ટોના લોન્ચિંગ અને મૂડીરોકાણની સ્થિતિ સામાન્ય તરફ આગળ વધી રહી છે તેમ છતાં એક મક્કમ વલણ ઉભરવુ હજી બાકી છે. 

એપ્રિલથી જૂન ૨૦૨૨ દરમિયાન રૂ. ૮૭,૦૦૦ કરોડની મૂલ્યના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે, જે ગત વર્ષની તુલનાએ ૨૨.૫ ટકા ઉંચો દર દર્શવે છે. તો અટકેલા પ્રોજેક્ટોનું મૂલ્ય આશરે ૩૯.૪ ટકા ઘટીને રૂ. ૨૦,૦૦૦ કરોડ થયુ છે. 

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close