બિહારના દરેક જિલ્લામાં બનાવવામાં આવશે મોદી નગર અને નીતિશ નગર
Modi Nagar and Nitish Nagar will be built in every district of Bihar
બિહાર વિધાનસભાના મોનસુન સત્રના છેલ્લા દિવસે ગુરૂવારના જમીન અને મહેસૂલ વિભાગના મંત્રી રામસૂરત રાયે જાહેરાત કરીને કહ્યું છે કે જમીન વિહોણાને જમીન આપીને તે જગ્યાનું નામ મુખ્યમંત્રી નીતિશકુમાર અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નામ ઉપર રાખવામાં આવશે. બિહારમાં મોદી નગર અને નીતિશ નગર બનાવવામાં આવશે. આ યોજનાની શરૂઆત બાંકા જિલ્લા ખાતેથી કરવામાં આવશે.
રામસૂરત રાયે જણાવ્યુ છે કે દરેક જિલ્લામાં મોદી નગર અને નીતિશ નગર બનાવવામાં આવશે. આ સ્કીમ માટે આગામી 3 મહિનામાં કામ શરૂ કરવામાં આવશે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ યોજનાની અંગર્ગત ગરીબો માટે આવાસ બનાવવામાં આવશે. રામસૂરત રાયે જણાવ્યું છે કે આ યોજના ઉપર ઝડપથી કામ શરૂ કરવામાં આવશે. આ દરમિયાન તેમણે વિપક્ષની આપત્તિ ઉપર પણ નારાજગી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે તેઓ જ્યારે પોતે સત્તા ઉપર હતા ત્યારે કંઈ કર્યુ નથી અને હવે અમારા ઉપર પ્રશ્નો કરી રહ્યાં છે.
રામસૂરતે જણાવ્યુ રાજ્યની અંદર એવા ઘણા લોકો છે, જેમની પાસે જમીન નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને ઘર બનાવવા માટે રકમ આપવામાં આવી હતી પરંતુ જાણકારી મળી છે કે લોકો પાસે જમીનનો અભાવ છે. ત્યારબાદ સરકારે આવા લોકોને જમીન આપવાનો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યની અંદર જમીન વિહોણા લોકોને ઘર બનાવીને આપવાનો નિર્ણય લીધો છે. આ વિચાર હેઠળ જે જગ્યાએ ઘરોનું નિર્માણ કરવામાં આવશે તેનું નામ નીતિશ-મોદી નગર હશે.
રાજ્ય સરકારની આ જાહેરાત અંગે વિપક્ષે પ્રહાર કર્યો છે. RJD ના નેતા આલોક મહેતાએ કહ્યું છે કે આ તો માત્ર એક વાયદો છે. પહેલા પણ રાજ્ય સરકારે 3 ડિસમીલ (145.2 વાર) જમીન આપવાની જાહેરાત કરી ચુકી છે પરંતુ આજ સુધી આપી નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.
5 Comments