માણસાથી બાલવા સુધીનો રોડ 40 કરોડના ખર્ચે ફોરલેન બનાવાશે
The road from Mansa to Balwa will be made forlane at a cost of Rs 40 crore
માણસાથી બાલાવા રોડને 40 કરોડના ખર્ચે ફોરલેન કરવાનો નિર્ણય લેવાયો છે. માણસાથી બાલવા ચાર રસ્તા સુધીના રોડને ફોર લેન બનાવવા માટેની વર્ષો જૂની માંગણી છે. મહિના અગાઉ માણસા ખાતે જિલ્લા સંકલનની બેઠકમાં મુખ્યમંત્રીને આ રોડ ફોરલેન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેનો મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક ઉકેલ લાવી 40 કરોડ રૂપિયાની દરખાસ્તને મંજૂરી આપી છે. જેનો લાભ આગામી દિવસોમાં માણસા તાલુકા અને જિલ્લાના અંદાજે 2.31 લાખથી વધુ લોકોને તેનો સીધો ફાયદો થશે.
માણસાથી જિલ્લા મથક ગાંધીનગર સુધીના હાઇવે પર દિન-પ્રતિદિન વાહનોની અવરજવર વધવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. રોડ નાનો હોવાને પગલે અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ થતાં રહે છે. જેને ધ્યાને રાખી માણસા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ માણસાથી બાલવા સુધીના રોડને ફોર લેન બનાવવા માટે માંગણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 19 મેના રોજ માણસામાં જિલ્લા અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બાલવા-ગાંધીનગર માર્ગને 10 મીટર માર્ગથી ફોરલેન કરવા કરવા અંગેની રજુઆતો મળી હતી.
આ રજુઆતોનો ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ માર્ગ-મકાન વિભાગને માર્ગને ફોરલેન કરવાની કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી હતી. જેમાં મુખ્યમંત્રી નિર્ણય લઇને બાલવા-માણસા રોડને ફોર લેન કરવા માટેની 40 કરોડ રૂપિયાની દરખાસ્તને 1 મહિનામાં જ મંજૂરી આપી છે. પરિણામે ગાંધીનગર જિલ્લાના ગામોના અંદાજે 2.31 લાખ લોકોને ભવિષ્યમાં અવર-જવર માટે વધુ સુવિધાસભર માર્ગ મળી રહેશે. મહેસાણા જિલ્લાના તેમજ માણસાથી વિહાર, કડા, કુકરવાડા અને વિજાપૂર વચ્ચે આવતા ગામોને પણ આ ફોરલેન રોડનો લાભ આવનારા દિવસોમાં મળશે. માણસાથી બાલવા ચાર રસ્તા સુધીના રોડને ફોર લેન બનાવવા માટેની વર્ષો જૂની માંગણી હવે સંતોષાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
4 Comments