સુરત: ઓલપાડમાં 11.90 કરોડના ખર્ચે બનશે બ્રિજ અને રસ્તો
Surat: A bridge and a road will be constructed in Olpad at a cost of Rs 11.90 crore
ઓલપાડ-સરસ સ્ટેટ હાઇવેને અડીને ઓરમા ગામ નજીકથી ઓલપાડ ખુંટાઈ માતાજી મંદિર તરફ જતા ઓલપાડ-હાથીસાને જોડતો નવો રોડ બનાવવા રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૧૧.૯૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરાવતા કાંઠાના રહીશોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે.
ઓરમા ગામ પાસે આવેલ ઝીલ એકવા પ્રાઇવેટ લી.કંપની નજીકથી ઓલપાડ ખુંટાઈ માતાજી મંદિર તરફ જતા ઓલપાડ-હાથીસાને જોડતો નવો રોડ બનાવવા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીને ભલામણ રજુઆત કરી હતી.
ત્યારે ગત તા.૨૭ મી જુલાઈ-૨૦૨૧ ના ભલામણ પત્રથી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીને રજુઆત કરી હતી કે હાલમાં ઓલપાડ, સરસ, કુદીયાણા, દાંડી રોડના તમામ ગામોને ઓલપાડ તાલુકા મથકે નીચા વિસ્તારમાં આવેલ તાલુકા સેવા સદનની ઓલપાડ પ્રાંત, મામલતદાર સહિતની સરકારી કચેરીઓ ઉપરાંત કોર્ટ કચેરી, કોલેજ, આઈટીઆઈ, એસટી બસ ડેપો તથા તળપદા કોળી પટેલ સમાજની વાડીએ રોજિંદા આવ-જા કરતા લોકોને ચોમાસા ઋતુ દરમ્યાન પાણીના ભરાવાથી મુશ્કેલી પડી રહી છે.
આ ઉપરાંત સરસ, કુદીયાણા વિસ્તારના લોકોને તાલુકા મથકે આવવા-જવા માટે વાયા ઓલપાડ ટાઉન સુધી લાંબો ચકરાવો લઈને જવું પડે છે. જેથી આ રોડના ગામોને જોડતો કોઈ સીધો ટૂંકો માર્ગ નથી.જેથી ઓરમા ગામની નજીક આવેલ ઝીલ એક્વા પ્રાઇવેટ લિમીટેડ કંપનીથી-ખુંટાઈ માતાના મંદિર તરફ ઓલપાડ-હાથીસા રોડને જોડતો નવો રોડ બનાવવામાં આવે તો, કાંઠા વિસ્તારના આ રોડના તમામ ગામો ખૂબ જ ટૂંકા અંતરથી સીધા ઓલપાડ તાલુકા મથક સાથે સીધા જોડાઈ શકે તેમ છે.
જે રજુઆતના પગલે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ:૨૦૨૨-૨૩ હેઠળ ઓલપાડ-સરસ રોડથી ઓલપાડ-હાથીસા રોડ ઉપર ખુંટાઈ માતાજીના મંદિર તરફ જોડતા નવો રોડ અને બ્રીજ બનાવવા માટીકામ, મેટલકામ, ડામરકામ તથા જરૂરી સ્ટ્રક્ચર, પ્રોટેક્શન વોલની કામગીરી માટે રૂપિયા ૧૧.૯૦ કરોડ મંજુર કરી છે.જયારે આ કામ તાકીદે શરૂ કરવા અધિક્ષક ઇજનેર, પંચાયત (મા.મ.) સુરત તરફથી જોબ નંબર પણ ફાળવી દેવાયો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
10 Comments