NEWS

જાણો- મકાનોની કિંમતના વધારા અંગે, શું કહી અમદાવાદના યુવા ડેવલપર્સ.

price rise of houses will be raised in coming days.

રોનિલ શાહ, એમડી, એચઆર ગ્રુપ, અમદાવાદ.

મધ્ય અમદાવાદમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ નિર્માંણકર્તા એચ.આર ગ્રુપના એમડી. રોનિલ શાહ જણાવે છેકે, બિલ્ડિંગ મટેરીયલની કિંમતો આસમાને પહોચી છે જેથી, દીવાળી બાદ ચોક્કસપણે મકાનોની કિંમતોમાં 10થી15% નો વધારો થશે.

કોરોના બાદ, સિમેન્ટ, સ્ટીલની કિંમતોમાં 40%નો વધારો થયો છે. સાથે સાથે અન્ય મટેરીયલમાં 20 થી 22 %નો વધારો નોંધાયો છે. જેથી, આવનારા સમયમાં મકાનોની કિંમતમાં 10%નો વધારો થશે.

અનુજ પટેલ, ડાયરેક્ટર, અંશ ગ્રુપ, અમદાવાદ.

ગોતા અને એસ.જી હાઈવેની આસપાસ અર્ફોડેબલ સેગમેન્ટ સહિત લક્ઝૂરિયસ ફ્લેટ નિર્માંણકર્તા અરાઈઝ ગ્રુપના ડાયરેક્ટર અમતિ પટેલે જણાવ્યું છેકે, ભાવવધારાને કારણે કંસ્ટ્રક્શન કોસ્ટ ઊંચી આવી રહી છે જેથી, મકાનોની કિંમતોમાં વધારો થશે તે ચોક્કસ છે.

અમિત પટેલ, ડાયરેક્ટર, અરાઈઝ ગ્રુપ, અમદાવાદ.
જય પુરોહિત, ડાયરેક્ટર, વિનાયક ગ્રુપ, ગાંધીનગર

ગાંધીનગરના વિનાયક ગ્રુપના ડાયરેક્ટર, જય પુરોહિતે જણાવ્યું છેકે, એક વર્ષમાં પેટ્રોલ, ડીઝલ સહિત બિલ્ડિંગ મટેરીયલની કિંમતોમાં વધારો થયો છે. પરિણામે, કંસ્ટ્રક્શન કોસ્ટમાં 20 થી 30% નો વધારો થયો છે. જેથી, દીવાળી બાદ, મકાનોની કિંમતમાં 10%નો વધારો થશે.

મલય પટેલ, ડાયરેક્ટર, સંપદ ગ્રુપ, અમદાવાદ.

સંપદ ગ્રુપના ડાયરેક્ટર મલય પટેલે જણાવ્યું છેકે, કોરોના બાદ, જમીનની કિંમતોમાં વધારો થયો, સાથે સાથે બિલ્ડિંગ મટેરીયલમાં પણ વધારો થયો છે. પરિણામે, દીવાળી બાદ, દરેક ડેવલપર્સને મકાનોની કિંમતમાં 15થી 20% સુધી વધારો કરવાની ફરજ પડશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close