Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

સાબરમતી રેલવે સ્ટેશનનું 350 કરોડના ખર્ચે થશે રિડેવલપમેન્ટ

Sabarmati railway station will be redeveloped at a cost of Rs 350 crore

ગાંધીનગર કેપિટલ સ્ટેશન રિડેવલપ કર્યા બાદ હવે રેલવેએ સાબરમતી સ્ટેશનનું 350.75 કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. સાબરમતી સ્ટેશન બે ભાગમાં જેલરોડ સ્ટેશન તેમજ ધર્મનગર સ્ટેશનમાં વહેંચાયેલું છે. રિડેવલપમેન્ટના ભાગરૂપે આ બન્ને સ્ટેશનને કનેક્ટ કરતા 10 પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. એ પછી દિલ્હી સહિત ઉત્તર ભારત જતી ટ્રેનો સાબરમતી સ્ટેશનેથી ઉપડશે અને કાલુપુર સ્ટેશન પરનું ભારણ ઘટશે.

સાબરમતી ખાતે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા તૈયાર થનારા મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ સાથે રેલવે ઉપરાંત મેટ્રો રેલ, હાઈ સ્પીડ બુલેટ ટ્રેન, સેમી હાઈસ્પીડ ટ્રેનની સાથે રોડ કનેક્ટિવિટી સાથે જોડાશે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, સૌથી પહેલા ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશન તેમજ મધ્યપ્રદેશમાં હબીબગંજ સ્ટેશનને રિડેવલપ કરવામાં આવ્યા છે. તેની સાથે જ અન્ય કેટલાંક સ્ટેશનોને રિડેવલપ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સાબરમતી સ્ટેશન ઉપરાંત સુરત, ઉધના અને સોમનાથ સ્ટેશનને પણ રિડેવલપ કરવામાં આવશે અને આ તમામ સ્ટેશનોનું ભૂમિપૂજન વડાપ્રધાનના હસ્તે 18 જૂને થશે.

ઓક્ટોબર 2025 સુધી તૈયાર થનારા નવા સાબરમતી સ્ટેશન ખાતે પેસેન્જરોને લિફ્ટ, એસ્કેલેટર, વેઈટિંગ લોન્જ, રિટાયરિંગ રૂમ, વિશાળ પાર્કિંગ એરિયા, વડીલો તેમજ દિવ્યાંગો માટે રેમ્પ સહિતની સુવિધા મળશે. સાબરમતીના બન્ને સ્ટેશન જેલરોડ અને ધર્મનગરને ટ્રાવેલેટલર તેમજ ફૂટઓવર બ્રિજ સાથે જોડવાની સાથે તે મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ સાથે પણ જોડાશે. જેથી પેસેન્જરો સરળતાથી રેલવે સ્ટેશનની સાથે હાઈસ્પીડ સ્ટેશન, મેટ્રો સ્ટેશન તેમજ બીઆરટીએસ સ્ટેશન સુધી પહોંચી શકશે.

કાયાપલટના શ્રીગણેશ – વડા પ્રધાન મોદીના હસ્તે આજે ભૂમિપૂજન

  • જેલરોડ તેમજ ધર્મનગર સ્ટેશનને કનેક્ટ કરવા માટે 10 નવા પ્લેટફોર્મ પણ બનાવવામાં આવશે
  • નિયમિત ટ્રેન ઉપરાંત બુલેટ ટ્રેન, મેટ્રો સ્ટેશન તેમજ બીઆરટીએસ સ્ટેન્ડ સુધીની કનેક્ટિવિટી મળી રહેશે

અત્યારે સાબરમતી સ્ટેશને માત્ર 5 પ્લેટફોર્મ છે
સાબરમતી સ્ટેશન રિડેવલપ થવાની સાથે સાથે કાલુપુર સ્ટેશન પરનું ટ્રાફિક ભારણ ઘટે તે માટે ત્યાં પ્લેટફોર્મની સંખ્યા વધારવામાં આવી રહી છે. હાલમાં 3 હયાત પ્લેટફોર્મ ઉપરાંત બે નવા પ્લેટફોર્મ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં 10 જેટલા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. સાબરમતી સ્ટેશને પ્લેટફોર્મની સંખ્યા વધવાની સાથે ત્યાં મેન્ટેનન્સ, પીટલાઈન સહિતની સુવિધા ઉપલબ્ધ થતા આગામી દિવસોમાં અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનો સાબરમતીથી શરૂ કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા અમદાવાદથી ઉપડી આગરા કેન્ટ તેમજ ગ્વાલિયર જતી ટ્રેનોને સાબરમતી શિફ્ટ કરવામાં આવશે. ત્યારબાદ ઉત્તર ભારત તરફ જતી અન્ય ટ્રેનોને પણ તબક્કાવાર શિફ્ટ કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં આ ટ્રેનો શિફ્ટ કરવામાં આવશે

  • અમદાવાદ-આગરા કેન્ટ એક્સપ્રેસ
  • અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ
  • અમદાવાદ-સુલતાનપુર એક્સપ્રેસ
  • અમદાવાદ-લખનઉ એક્સપ્રેસ
  • અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ
  • અમદાવાદ-ઋષિકેશ યોગા એક્સપ્રેસ
  • અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ
  • અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close